ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મિત્રો સાથે ન્હાવા ગયેલા બાળકને મગર ગળી ગયો, ગ્રામજનોએ મગરને બનાવ્યો બંધક

દેશમાં વરસાદી માહોલ જામ્યું છે. ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું છે. મધ્ય પ્રદેશમાં પણ બારે વરસાદે લોકોનું જીવવું મુશ્કિલ કરી દીધું છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં અનેક નદીઓ તોફાને ચઢી છે. સ્થિતિ એવી છે કે બધે જ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે, જેના કારણે આસપાસની નદીઓમાં પશુ-પંખીઓ દેખાઈ રહ્યા છે. દરમિયાન શ્યોપુરથી એક સમાચાર મળ્યા છે કે અહીં મગરà
07:06 AM Jul 12, 2022 IST | Vipul Pandya
દેશમાં વરસાદી માહોલ જામ્યું છે. ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું છે. મધ્ય પ્રદેશમાં પણ બારે વરસાદે લોકોનું જીવવું મુશ્કિલ કરી દીધું છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં અનેક નદીઓ તોફાને ચઢી છે. સ્થિતિ એવી છે કે બધે જ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે, જેના કારણે આસપાસની નદીઓમાં પશુ-પંખીઓ દેખાઈ રહ્યા છે. દરમિયાન શ્યોપુરથી એક સમાચાર મળ્યા છે કે અહીં મગરે એક નિર્દોષ બાળકને પોતાનો શિકાર બનાવી લીધો છે.
મધ્ય પ્રદેશના શ્યોપુરમાં મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયેલા 10 વર્ષના બાળકને મગરે પોતાનો શિકાર બનાવ્યો છે. જે સમયે મગર બાળકને પોતાનો શિકાર બનાવી રહ્યો હતો તે સમયે તેના મિત્રોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. બાળકોની બૂમો સાંભળી નજીકમાં જ ભેંસ ચરાવી રહેલા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેણે બાળકને ઉઠાવી લીધો હતો. વળી આ અંગે માહિતી મળતા જ ગામના લોકો પણ એકઠા થઇ ગયા હતા અને ભેંસોના પશુપાલકો સાથે મળીને નદીમાં જાળ નાખીને મગરને પકડી લીધો હતો. ઘટના રઘુનાથપુર પોલીસ સ્ટેશનના રેજેટા ગામની છે. વળી, આ કિસ્સામાં, વન વિભાગનું માનવું છે કે, મગર બાળકને ગળી શકતો નથી, જોકે તે ચોક્કસપણે હુમલો કરી શકે છે. 
શ્યોપુરમાં સોમવારે સવારે લક્ષ્મણ સિંહ કેવટનો પુત્ર અંતર સિંહ કેવટ ચંબલ નદીમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન એક મગરે તેના પર હુમલો કર્યો અને તેને નદીની અંદર ખેંચી ગયો. ત્યાં હાજર કેટલાક લોકોએ આ ઘટના જોઈ અને ગ્રામજનોને જાણ કરી. આવી સ્થિતિમાં ગ્રામજનો લાકડીઓ અને સળિયા સાથે ત્યાં આવ્યા હતા અને જાળ નાખીને મગરને પકડી લીધો હતો. આ પછી ગામલોકોએ મગરને નદીમાંથી બહાર કાઢ્યો અને દોરડા વડે બાંધી દીધો. આ ઘટનાની જાણ વનવિભાગને થતાં જ તે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોના હાથે મગરને બચાવી લીધો હતો. પરંતુ ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું કે, જ્યાં સુધી મગર બાળકને પેટમાંથી બહાર નહીં કાઢે ત્યા સુધીતેને છોડશે નહીં. આ દરમિયાન ગામલોકોનું માનવું છે કે બાળક મગરના પેટમાં છે. 
વળી, અધિકારીઓ કહે છે - જો મગરે બાળક પર હુમલો કર્યો હોય, તો તેણે તેને ખાઈને છોડી દીધો હોવો જોઈએ. જોકે, SDRFની ટીમ પણ બાળકની શોધમાં લાગેલી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. મહત્વનું છે કે આ પહેલા પણ મધ્યપ્રદેશમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. ભૂતકાળમાં ભીંડ જિલ્લામાં 10 વર્ષનો માસૂમ મગરનો શિકાર બની ગયો હતો.
Tags :
childCrocodileCrocodileSwallowedGujaratFirstHuntMadhyaPradeshMP
Next Article