એક જ છત નીચે તમામ ધર્મના લોકો અને તે પણ પ્રજ્ઞાચક્ષુ રહીને મેળવે છે શિક્ષણ
ભગવાને દુનિયા જોવા માટે આંખો આપી છે પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જે જન્મથી જ તેમની આંખોનું સર્જન એટલે કે વિકાસ ન થવાના કારણે તેઓ જોઈ શકતા નથી પરંતુ તેઓ માટે પણ એક એવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં પ્રજ્ઞાચક્ષુ (The blind) કે જેઓ જોઈ શકતા નથી તેવા જ શિક્ષકો તેમની જેવા જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે અને સાથે કોમ્પ્યુટરની તાલીમ પણ અપાઈ રહી છે એટલું જ નહીં તેઓ
ભગવાને દુનિયા જોવા માટે આંખો આપી છે પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જે જન્મથી જ તેમની આંખોનું સર્જન એટલે કે વિકાસ ન થવાના કારણે તેઓ જોઈ શકતા નથી પરંતુ તેઓ માટે પણ એક એવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં પ્રજ્ઞાચક્ષુ (The blind) કે જેઓ જોઈ શકતા નથી તેવા જ શિક્ષકો તેમની જેવા જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે અને સાથે કોમ્પ્યુટરની તાલીમ પણ અપાઈ રહી છે એટલું જ નહીં તેઓ ક્રિકેટ પણ રમી શકે છે જુઓ દુનિયા નથી જોઈ શકતા પણ તમામ કામ કરી શકે છે.
ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર
ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલ વર્લ્ડ વાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર કાર્યરત છે જેમાં દિવ્યાંગ બાળકો અને અંધજન વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે જેમાં બ્રીલ લીપી, મસાજ, કમ્પ્યુટર ક્લાસ સ્માર્ટ મોબાઈલ ક્લાસ વગેરે શીખવાડવામાં આવે છે બાળકો આત્મનિર્ભર બને એ માટે તમામ બ્લાઈન્ડ વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે સાથે રમતગમતની વાત કરીએ તો અંધજન વિદ્યાર્થીઓને ક્રિકેટ શીખવાડી અને રમાડવામાં આવે છે અંધજન બેટિંગ કરે ત્યારે તેની પાસે બોલ આવે છે કેવી રીતે ખબર પડે તો જે બોલ નાખવામાં આવે છે તે બોલની અંદર લોખંડના છડા મૂકવામાં આવે છે જેના અવાજથી બોલ તેની પાસે આવે છે અને અંધજન બેટિંગ કરી રહેલો બોલને મારી ક્રિકેટની મજા માણી રહ્યો છે અને આવી ઘણી બધી રમત જોઈને નહીં પરંતુ તેના અવાજ અને આભાસથી રમી દુનિયાનો આનંદ માણી રહ્યા છે.
150થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો
ભરૂચમાં કાર્યરત બ્લાઈન્ડ સેન્ટરમાં અત્યાર સુધી 150થી વધુ વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓ આત્મનિર્ભર પણ બન્યા છે અંધજન વિદ્યાર્થીઓને ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે હોસ્ટેલમાં પણ રાખવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓને સવારે ચા નાસ્તાથી લઈ બે ટંકનું ભોજન પણ આપવામાં આવે છે તેમજ નજીકમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા લઈ જવા માટે નિશુલ્ક વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ ધર્મના અંધજનો એકબીજાનો સહારો
જ્યાં જન્મથી જ દુનિયા ન જોઈ શકતા હોય એવા બાળકોથી માંડી આધેડો પણ શિક્ષણ મેળવવા આવે છે સાથે જ આ એક જ સેન્ટરમાં તમામ ધર્મના લોકો કે જેઓ દુનિયા જોઈ શકતા નથી તેવા અંધજનો એકબીજાનો સહારો બનીને જીવન વિતાવી રહ્યા છે અને સાથે એક પરિવાર તેના અંધજન બાળકને મળવા આવ્યો હતો અને તેણે પણ તેમનો અંધજન બાળક શિક્ષણ મેળવી રહ્યો છે તેની ખુશી વ્યક્ત કરી હતી.
આ સંસ્થા મને દુનિયા બતાવે છે
રાજેશ પરીખ કે જેઓ 40 વર્ષ સુધી તેમણે દુનિયા જોઈ છે પરંતુ તેમની આંખોની નશ સુકાઈ જવાના કારણે તથા તેમને દેખાતું બંધ થઈ જતા તેમને આંખના ઓપરેશન માટે સમગ્ર ગુજરાત ભરના હોસ્પિટલોમાં દરદર ભટકી ચૂક્યા છે પરંતુ તેમની આંખનું ઓપરેશન શક્ય નથી અને હવે તેઓ દુનિયા જોઈ પણ નહીં શકે પરંતુ તેઓ હિંમત નથી હાર્યા. અને પ્રધાનમંત્રીના આત્મનિર્ભરના સૂત્રને આગળ વધાવીને પોતે આત્મનિભર બની રહ્યા છે તેમણે કહ્યું હતું કે ભલે હું જોઈ નથી શકતો પણ મને આ સંસ્થા દુનિયા બતાવી રહ્યું છે અમારો તમામ ખર્ચ ઉપાડવા સાથે અમને મદદરૂપ થઈ રહ્યા છે એક દુઃખી જ બીજા દુઃખની વેદના સાંભળી શકે છે અને અહીંયા એક પ્રજ્ઞાચક્ષુ જ બીજા પ્રજ્ઞાચક્ષુનો સહારો બની ગયો છે.
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ
આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સંજય વસાવાએ કહ્યું હતું કે મેં બીએડ બીએસસી સુધીનો અભ્યાસ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મેળવ્યો છે અને હું નવ વર્ષનો હતો ત્યારથી જ મારી આંખો જતી રહી હતી. સુરત અમદાવાદ સુધી મેં અભ્યાસ કર્યો છે અને આજે મારી જેવા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનો મોકો મળ્યો છે તે ગર્વની વાત છે મેં જેવી રીતે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મેળવ્યું તેવું જ શિક્ષણ મારી જેવા જ પ્રજ્ઞાચક્ષુઓને પણ મળે તેવા પ્રયાસ હું કરું છું.
પ્રજ્ઞાચક્ષુઓ જ આપે છે એકબીજાને શિક્ષણ
આ સંસ્થા ચલાવનાર જાવેદભાઈએ પણ કહ્યું કે હું નવ વર્ષનો હતો ત્યારે મારી આંખ જતી રહી હતી મને દેખાતું ન હતું મારા માતા પિતા પણ શિક્ષક હતા રૂપિયા ખર્ચી શકે તેવા હોવા છતાં પણ મારી સારવાર શક્ય ન હતી અને આ દુનિયામાં એજ્યુકેશન જરૂરી છે અને મેં પોતે અમારી જેવા અંધજનો પણ શિક્ષણથી વંચિત ન રહે અને તેઓને મોબાઇલ ચલાવતા અને કોમ્પ્યુટર ચલાવતા આવડી શકે તે માટે અમે પોતે પ્રજ્ઞા ચક્ષુ જ શિક્ષકો પાસે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને આધેડોને શિક્ષણ પૂરું પડાવી રહ્યા છે.
નિષ્ણાંતનો મત
પ્રજ્ઞાચક્ષુ લોકોનું આંખનું ઓપરેશન શક્યો કેમ નથી તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો અને ભરૂચની નારાયણ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ કે જેઓ રોજના 40થી વધુ આંખના ઓપરેશન કરી લોકોની સેવા કરી રહ્યા છે તેવા મિશ્રણ તબિયત ડોક્ટર મિલન પંચાલનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો અને તેમણે પણ કહ્યું કે આંખે બ્લાઇન્ડ થયેલા લોકોનું ઓપરેશન શક્ય નથી કારણ કે તેઓ જ્ન્મથી જ ખોડ ખાપણ હોવાના કારણે તેમજ તેમની આંખોની જે કીકી વિકસિત થતી હોય છે તેની નસો સુકાઈ જવાના કારણે પણ ઘણી વખત તેમનું ઓપરેશન કરવા છતાં તેઓ જોઈ શકતા નથી પરંતુ કોઈ પણ માતા જ્યારે ગર્ભવતી બને ત્યારે તેણે સંપૂર્ણ ખોરાક અને બાળકની અને પોતાની કાળજી રાખવી જોઈએ અને બાળકને જ્યારે પણ આંખમાં કોઈ પણ જાતનો રોગ થાય તો તેને ઘરેલુ ઉપચાર નહીં પરંતુ હોસ્પિટલનો સંપર્ક કરી આંખોની તપાસ કરાવી જોઈએ ઘણી વખત ઘરેલુ ઉપચાર પણ બ્લાઈન્ડ જેવા રોગમાં ધકેલી શકે છે.
આ પણ વાંચો - ચીખલીમાં મોબાઈલની દુકાનમાં 29.61 લાખની ચોરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement