Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભિખારીએ રોકડાં આપી પત્ની માટે ખરીદી આ ચાર પૈડાની મોપેડ, કાકાની કમાણી ચોંકાવી દેશે

ભિખારી ભીખ માગીને બે ટાઇમનું ખાવાનું ખાઇને પોતાનું જીવન ગુજારતા હોય છે પરંતુ તમે ક્યારે સાંભળ્યું કે, કોઇ ભિખારીએ ભીખ માગી માગીને એટલા રૂપિયા ભેગા કરી દીધા કે તે કોઇ વાહન ખરીદી શકે. તો અમે તમને આજે એક એવા ભિખારી વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેણે ભીખ માગીને 90 હજાર રૂપિયા રોકડા આપી એક ચમકતી બાઇક તેની પત્ની માટે ખરીદી છે. મળી રહેલી માહિતી અનુસાર, મધ્ય પ્રદેશના છીંદવાડા શહેરના રસ્તાઓ પà
ભિખારીએ રોકડાં આપી પત્ની માટે ખરીદી આ ચાર પૈડાની મોપેડ  કાકાની કમાણી ચોંકાવી દેશે
Advertisement
ભિખારી ભીખ માગીને બે ટાઇમનું ખાવાનું ખાઇને પોતાનું જીવન ગુજારતા હોય છે પરંતુ તમે ક્યારે સાંભળ્યું કે, કોઇ ભિખારીએ ભીખ માગી માગીને એટલા રૂપિયા ભેગા કરી દીધા કે તે કોઇ વાહન ખરીદી શકે. તો અમે તમને આજે એક એવા ભિખારી વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેણે ભીખ માગીને 90 હજાર રૂપિયા રોકડા આપી એક ચમકતી બાઇક તેની પત્ની માટે ખરીદી છે. 
મળી રહેલી માહિતી અનુસાર, મધ્ય પ્રદેશના છીંદવાડા શહેરના રસ્તાઓ પર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતો એક ભિખારી આજ-કાલ ઘણો ચર્ચામાં છે. કારણ કે તેણે 4 વર્ષ માટે એક-એક રૂપિયા ઉમેરીને 90 હજારની સ્પેશિયલ ગિફ્ટ આપીને પત્નીને ખુશ કરી છે. ભીખ માંગતી વખતે પત્નીને ટ્રાયસિકલ આગળ ધકેલવામાં તકલીફ પડતી હતી. તેથી તેણે પોતાની બચતમાંથી એક મોપેડ ખરીદીને પત્નીને ભેટમાં આપી છે. જેનાથી તેને કોઇ પરેશાની ન થાય. ભીખ માગીને જીવતા આ વ્યક્તિનું નામ સંતોષ છે, જેણે પોતાની પત્નીને મોપેડ ખરીદીને ભેટ આપી હતી, હવે આ બંને મોપેડમાં બેસીને ભીખ માંગે છે. વાસ્તવમાં, સંતોષ સાહુ અને તેની પત્ની મુન્ની સાહુ છિંદવાડા જિલ્લાના અમરવાડાના રહેવાસી છે, સંતોષ પગથી વિકલાંગ છે, જેના કારણે તે ટ્રાઇસિકલ પર ફરે છે અને ભીખ માંગે છે, જેમાં પત્ની મુન્નીબાઈ પણ તેની મદદ કરે છે.
મહત્વનું છે કે, આ હૃદયસ્પર્શી વાર્તા છિંદવાડાના એક ભિખારી સંતોષ સાહુની છે. જેમણે શનિવારે 90 હજાર રૂપિયાની કિંમતનું મોપેડ ખરીદીને તેની પત્નીને ભેટમાં આપ્યું છે. તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મહત્વનું છે કે, ભિખારી સંતોષ મૂળ અમરવાડાનો છે. પતિ-પત્ની આર્થિક રીતે નબળા છે. સંતોષ બંને પગે વિકલાંગ છે. એટલા માટે તે છિંદવાડા બસ સ્ટેન્ડ પર રોજ ભીખ માંગે છે. આ સાથે તેની પત્ની પણ ભીખ માંગે છે. બંને એક જ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. તે રોજના લગભગ 300 થી 400 રૂપિયા કમાય છે. જ્યારે પતિ ટ્રાઇસાઇકલ પર બેસે છે, ત્યારે પત્ની મુન્નીબાઇ ટ્રાઇસાઇકલને ધક્કો મારતી હતી. પરંતુ હવે તેઓ બંને આ મોપેડમાં બેસીને ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે. 
Tags :
Advertisement

.

×