Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા MI માટે આવ્યા ખરાબ સમાચાર, ટીમનો સ્ટાર ખેલાડી થશે બહાર

IPL શરૂ થવાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે પહેલી મેચ ચેન્નઇ અને કોલકતા વચ્ચે રમાવવાની છે. જ્યારે બીજી મેચ દિલ્હી અને મુંબઇ વચ્ચે રમાવાની છે. જોકે, મુંબઈની આ પ્રથમ મેચમાં ટીમને એક મોટી ખોટ પડે તેવી સંભાવનાઓ છે. જીહા, ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ પહેલી મેચથી બહાર રહી શકે છે. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની IPL ઓપનરમાંથી à
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા mi માટે આવ્યા ખરાબ સમાચાર  ટીમનો સ્ટાર ખેલાડી થશે બહાર
IPL શરૂ થવાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે પહેલી મેચ ચેન્નઇ અને કોલકતા વચ્ચે રમાવવાની છે. જ્યારે બીજી મેચ દિલ્હી અને મુંબઇ વચ્ચે રમાવાની છે. જોકે, મુંબઈની આ પ્રથમ મેચમાં ટીમને એક મોટી ખોટ પડે તેવી સંભાવનાઓ છે. જીહા, ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ પહેલી મેચથી બહાર રહી શકે છે. 
સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની IPL ઓપનરમાંથી બહાર બેસવું પડી શકે છે કારણ કે, તે તેના અંગૂઠામાં હેરલાઈન ફ્રેક્ચરથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાની શક્યતા નથી. યાદવ, મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જાળવી રાખવામાં આવેલા ચાર ખેલાડીઓમાંથી એક છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણી દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો અને બાદમાં તે શ્રીલંકા સામેની ટૂર્નામેન્ટ ચૂકી ગયો હતો. IPL 2022 26 માર્ચથી શરૂ થઈ રહી છે, પરંતુ મુંબઈની ટીમે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 27 માર્ચ, રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ મેચ રમવાની છે. PTIના અહેવાલ મુજબ, સૂર્યકુમાર યાદવ IPLની મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તેના અંગૂઠામાં હેરલાઈન ફ્રેક્ચર છે, જે તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી દરમિયાન થયું હતું. સૂર્યકુમાર યાદવને આ ઈજામાંથી સાજા થવામાં સમય લાગશે.
જો કે, એવું માનવામાં આવે છે કે સૂર્યકુમાર યાદવ 2 એપ્રિલ, શનિવારે રાજસ્થાન રોયલ્સ સામેની મુંબઈ ઈન્ડિયન્સની બીજી મેચ માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવનું મેચમાંથી બહાર થવું કોઈ મોટા ઝટકાથી ઓછું નથી, પરંતુ તેમ છતા મુંબઈ ઈન્ડિયન્સ પોતાની મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરે તે ગતિ જાળવી રાખવી જરૂરી છે. આમ પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવની ગેરહાજરી મુંબઈ ઈન્ડિયન્સ માટે આંચકો સમાન છે. જોકે, મુંબઈની પાસે મજબૂત નેતૃત્વ છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે જે આ ટૂર્નામેન્ટનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે.
Advertisement
Tags :
Advertisement

.