Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની માઠી બેઠી, ઇસ્લામાબાદ સહિત શહેરોમાં અંધારપટ છવાયો

આર્થિક સંકડામણમાં ઘેરાયેલા પાકિસ્તાનની માઠી બેઠી છે. સોમવારે સવારે પાકિસ્તાન (Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ (Islamabad) લાહોર (Lahore)અને કરાચી (Karachi)ના મહત્વના વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો છે.  આ શહેરોમાં કલાકો સુધી વીજળી (Electricity)ગુલ રહી હતી. પ્રારંભિક અહેવાલો મુજબ, આજે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ઓછી હોવાને કારણે પાવર સિસ્ટમમાં વ્યાપક ખામી સર્જાઈ હતી.22 જીલ્લામાં અંધારપટઆર્à
પાકિસ્તાનની માઠી બેઠી  ઇસ્લામાબાદ સહિત શહેરોમાં અંધારપટ છવાયો
આર્થિક સંકડામણમાં ઘેરાયેલા પાકિસ્તાનની માઠી બેઠી છે. સોમવારે સવારે પાકિસ્તાન (Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ (Islamabad) લાહોર (Lahore)અને કરાચી (Karachi)ના મહત્વના વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો છે.  આ શહેરોમાં કલાકો સુધી વીજળી (Electricity)ગુલ રહી હતી. પ્રારંભિક અહેવાલો મુજબ, આજે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ઓછી હોવાને કારણે પાવર સિસ્ટમમાં વ્યાપક ખામી સર્જાઈ હતી.
22 જીલ્લામાં અંધારપટ
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે પાવર કટ કરવામાં આવ્યો છે. હાલમાં દેશના ઈસ્લામાબાદ, કરાચી અને પેશાવર ક્ષેત્રના 22 જિલ્લાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. 
નેશનલ ગ્રીડમાં ખામીને કારણે પાવર કટ
સરકારે કહ્યું છે કે જાળવણીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એવી અપેક્ષા છે કે સપ્લાય ટૂંક સમયમાં શરૂ થશે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ મોટા પાયે પાવર કટ નેશનલ ગ્રીડમાં ખામીને કારણે થયો હતો. પાકિસ્તાન સરકારના ઉર્જા મંત્રાલયનું કહેવું છે કે સિસ્ટમ મેન્ટેનન્સનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બલૂચિસ્તાનમાં વીજળી સપ્લાય કરતી તમામ ટ્રાન્સમિશન લાઈનો ટ્રીપ થઈ ગઈ છે."
મામલાની તપાસ 
પાકિસ્તાનના વિજળી વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના જુદા જુદા ભાગોમાંથી અનેક પાવર કટના અહેવાલ મળ્યા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
 
કરાચીના 90 ટકા વિસ્તારમાં અંધારપટ 
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે હાલમાં કરાચીનો લગભગ 90 ટકા વિસ્તાર વીજળી વગરનો છે. દરમિયાન, પાકિસ્તાની સત્તાવાળાઓ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.
ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (QESCO) અનુસાર, ગુડ્ડુથી ક્વેટા સુધીની બે ટ્રાન્સમિશન લાઇન ટ્રીપ થઈ ગઈ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ક્વેટા સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લાઓ વીજળી વગરના છે. લાહોર અને કરાચીના કેટલાક વિસ્તારોમાં પણ પાવર નિષ્ફળતાના અહેવાલ છે.

2021માં પણ પાવર કટ થયો હતો
2021 માં, દક્ષિણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત એક પાવર પ્લાન્ટ ટેકનિકલ ખામીને કારણે એક સેકન્ડ કરતાં ઓછા સમયમાં પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિક્વન્સી 50 થી 0 માં અચાનક ડ્રોપ થવાને કારણે  ઠપ્પ થઇ ગયું હતું. . તેની વ્યાપક અસર થઈ હતી જેના કારણે સમગ્ર પાવર સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. એક દિવસ પછી પાવર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે.
આ માસ પાવર કટ પાકિસ્તાન માટે આફતથી ઓછો નથી. તાજેતરમાં, આ માહિતી સામે આવી છે કે પાકિસ્તાન વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની નેશનલ ઈલેક્ટ્રિક પાવર રેગ્યુલેટરી ઓથોરિટીએ કરાચી શહેરમાં વીજળીના દરમાં રૂ. 3.30 પ્રતિ યુનિટનો વધારો કર્યો હતો. આ ઉપરાંત, વિવિધ ઉપભોક્તા વર્ગો માટે વીજળીના દરમાં રૂ. 1.49 થી રૂ. 4.46 પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો.

બજારો વહેલા બંધ 
નવા દરો લાગુ થયા બાદ ગ્રાહકોને 43 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી મળી રહી છે. તેના પર સરકાર પાવર કંપનીઓને યુનિટ દીઠ 18 રૂપિયાના દરે સબસિડી પણ આપી રહી છે. પાવર સંકટને દૂર કરવા માટે, પાકિસ્તાન સરકારે ડિસેમ્બર 2022 માં રાત્રે 8 વાગ્યે બજાર અને રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
 વીજળી ચાર ગણી મોંઘી
ભારતની સરખામણીએ પાકિસ્તાનના લોકોને વીજળી માટે લગભગ ચાર ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. ભારતમાં રહેણાંક વીજ બિલનો સરેરાશ દર 6 થી 9 રૂપિયા પ્રતિ યુનિટ છે. તે જ સમયે, વાણિજ્યિક ઉપયોગ માટે વીજળીનો દર પ્રતિ યુનિટ સરેરાશ 10 થી 20 છે. એક તરફ પાકિસ્તાનના લોકો માટે દરરોજ સવાર એક નવો પડકાર લઈને આવી રહી છે. બીજી તરફ પોતાની જ સરકાર લોકોને આંચકા આપી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.