Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના પહેલી જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર, તપાસ માટે SITની રચના

હાલમાં સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો મુદ્દે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી હતી. સાથે જ કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં એટીએસ દ્વારા ગઇ કાલે મુંબઇથી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. જેને રાત્રે અમદાવાદ લવાયા બાદ સવારમા
તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના પહેલી જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર  તપાસ માટે sitની રચના
હાલમાં સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો મુદ્દે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી હતી. સાથે જ કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં એટીએસ દ્વારા ગઇ કાલે મુંબઇથી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. 
જેને રાત્રે અમદાવાદ લવાયા બાદ સવારમાં ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી. આજે તે બંનેને આજે તે બંન્નેને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા હતાં. કોર્ટ સમક્ષ પોલીસે બંનેના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારના એક જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે કે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રિમાન્ડ બાદ પોલીસ બંનેને 2 જુલાઇના રોજ ફરી કોર્ટ સમક્ષ રજૂ કરશે. 1 જુલાઇના દિવસે શહેરમાં રથયાત્રા નિકળશે. જેથી પોલીસ બંદોબસ્ત હોવાના કારણે તેમને બીજી જુલાઇના રોજ રજૂ કરવામાં આવશે. તપાસ અધિકારની રજૂઆત બાદ 2 તારીખ સુધી કસ્ટડીમાં રાખી શકાશે તેના ઓર્ડર પણ કોર્ટ પાસેથી મેળવી લેવામાં આવ્યો છે.
તપાસ માટે SITની રચના
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાાટીયાએ આ કેસની તપાસ માટે SITની રચના કરી છે. હવે આ સમગ્ર કેસની SIT દ્વારા તપાસ કરવામાં આવશે. ચાર સભ્યોની આ SITની ટીમમાં સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે. હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ATSના DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં દીપેન ભદ્રન ઉપરાંત ATSના SP સુનિલ જોશી, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલીક અને SOGના ACP બી સી સોલંકીનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.