Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી નીકળી જશે બહાર, જાણો પૂરી વિગત

ટીમ ઈન્ડિયાએ વર્તમાન T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં 2 મેચ રમી છે અને બંનેમાં શાનદાર જીત મેળવી છે. પ્રથમ મેચમાં તેણે છેલ્લા બોલ પર કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું હતું. બીજી મેચમાં નેધરલેન્ડ સામે 56 રને આસાનીથી જીત મેળવી હતી. હવે જીતની હેટ્રિક મારવાનો સમય છે. ભારતીય ટીમ 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાવાની છે. જોકે, તે પહેલા ટીમ ઈન્ડિયાના ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી જવાની ચર્à
ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી નીકળી જશે બહાર  જાણો પૂરી વિગત
ટીમ ઈન્ડિયાએ વર્તમાન T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં 2 મેચ રમી છે અને બંનેમાં શાનદાર જીત મેળવી છે. પ્રથમ મેચમાં તેણે છેલ્લા બોલ પર કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું હતું. બીજી મેચમાં નેધરલેન્ડ સામે 56 રને આસાનીથી જીત મેળવી હતી. હવે જીતની હેટ્રિક મારવાનો સમય છે. ભારતીય ટીમ 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાવાની છે. જોકે, તે પહેલા ટીમ ઈન્ડિયાના ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી જવાની ચર્ચા થઇ રહી છે. 
પાકિસ્તાનની ટીકા કરવાની સાથે ટીમ ઈન્ડિયા વિશે અખ્તરે કરી આ ભવિષ્યવાણી
ગુરુવારે, પાકિસ્તાનને T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે (ZIM vs PAK) ના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ આખું પાકિસ્તાન દુઃખી થઇ ગયું છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર પોતાની ટીમની ટીકા કરી રહ્યા છે. સુપર-12ના ગ્રુપ-2ની મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર હતી. આ પહેલા ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વે સામેની હારથી પાકિસ્તાન પર T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાનું જોખમ વધી ગયું છે. પાકિસ્તાનની હારથી નારાજ શોએબ અખ્તરે પણ ટીમની ટીકા કરી હતી. જોકે, તે ભારત તરફ ઝેર ઉગાડતો પણ જોવા મળ્યો હતો જે કોઈ ભારતીયને ગમશે નહીં. પાકિસ્તાનની હાર બાદ તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પાકિસ્તાન ટીમની ટીકા કરતો જોવા મળી રહ્યો છે.
ગ્રુપ 2મા ટોપ પર છે ટીમ ઈન્ડિયા
પાકિસ્તાનની હાર બાદ શોએબ અખ્તરે ભવિષ્યવાણી કરી છે. શોએબે કહ્યું છે કે, 'પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપના સુપર 12 સ્ટેજમાંથી સ્વદેશ પરત ફરશે અને ભારત પણ સેમીફાઈનલમાંથી બહાર થઈ જશે. અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'મેં પાકિસ્તાનને પહેલેથી જ કહ્યું હતું કે તેઓ આ અઠવાડિયે પાછા આવશે અને ભારત સેમિફાઇનલ રમીને આવતા અઠવાડિયે પરત આવશે. તે પણ કોઈ તીસ માર ખાન નથી અને અમારી ટીમ તો તેનાથી પણ ખરાબ છે. જણાવી દઈએ કે, ભારત જે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે સતત જીત સાથે ગ્રુપ 2મા ટોપ પર છે. જો ટીમ ઈન્ડિયા રવિવારે તેની આગામી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહેશે તો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે.
પાકિસ્તાનની ટીમ અંતિમ ઓવરમાં 11 રન બનાવી ન શકી
પાકિસ્તાને ઝિમ્બાબ્વેને 129 રનમાં રોકીને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ લક્ષ્યનો પીછો કરતી ટીમ 1 રનથી મેચ હારી ગઈ હતી. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં માત્ર 11 રનની જરૂર હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ માત્ર 9 રન બનાવી શકી હતી. જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપમાં આ સૌથી ઓછો ટાર્ગેટ હતો, જેનો પીછો કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું. તેના પર અખ્તરે કહ્યું કે, બાબર આઝમ એક 'નબળો કેપ્ટન' છે અને ટીમનો મિડલ ઓર્ડર પણ સારો નથી. વળી, ઝિમ્બાબ્વેના હાથે શરમજનક હાર બાદ, પાકિસ્તાની ટીમને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.