Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ટીમના કેપ્ટન રોહિત શર્મા થયા ઈજાગ્રસ્ત

ઓસ્ટ્રેલિયા (Australia) માં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની સેમીફાઈનલમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ એડિલેડ પહોંચી ગઈ છે અને ઈંગ્લેન્ડ (England) સામે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે સેમીફાઈનલ મેચ પહેલા એડિલેડમાં પ્રેક્ટિસ કરી રહેલી ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રોહિત શર્મા (Rohit Sharma) નેટ્સમાં ઈજાગ્રસ્ત થયા છે અને સેમીફાઈનલ પહેલા તેના કાંડામાં ઈજા થઈ છે.જમણા હાથમાં થઇ ઈજાટà
સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો  ટીમના કેપ્ટન રોહિત શર્મા થયા ઈજાગ્રસ્ત
ઓસ્ટ્રેલિયા (Australia) માં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની સેમીફાઈનલમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ એડિલેડ પહોંચી ગઈ છે અને ઈંગ્લેન્ડ (England) સામે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે સેમીફાઈનલ મેચ પહેલા એડિલેડમાં પ્રેક્ટિસ કરી રહેલી ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રોહિત શર્મા (Rohit Sharma) નેટ્સમાં ઈજાગ્રસ્ત થયા છે અને સેમીફાઈનલ પહેલા તેના કાંડામાં ઈજા થઈ છે.
જમણા હાથમાં થઇ ઈજા
ટીમ ઈન્ડિયા અને તેના પ્રશંસકો માટે પ્રેક્ટિસ સેશનથી જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, ટીમના કેપ્ટન અને સર્વશ્રેષ્ઠ ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, એડિલેડમાં પ્રેક્ટિસ કરતી વખતે રોહિતના જમણા હાથમાં ઈજા થઈ છે. આ પછી તેના હાથ પર બરફ લગાવવામાં આવ્યો છે. ઈજા બાદ રોહિતે ફરીથી પ્રેક્ટિસ કરી ન હોતી અને તુરંત જ પ્રેક્ટિસ સેશન છોડીને ટીમ ફિઝિયો સાથે ત્યાથી ચાલ્યો ગયો હતો. હાલમાં, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી તેની ઈજા કે તેની ગંભીરતાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Advertisement

રોહિતે એકવાર ફરી શરૂ કરી પ્રેક્ટિસ
મંગળવારે સવારે, રોહિત નેટ્સમાં એસ રઘુ સાથે થ્રો ડાઉન પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે એક બોલ તેના જમણા હાથ પર વાગ્યો. દર્દથી પીડાઈ રહેલા રોહિત શર્માએ તુરંત જ નેટ્સ છોડી દીધી હતી. આ પછી તેના હાથ પર આઈસ પેક બાંધેલું જોવા મળ્યું. આ દરમિયાન મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટન લાંબા સમય સુધી રોહિત સાથે વાત કરતા જોવા મળ્યા હતા. રોહિત શર્માની ઈજા કેટલી ઊંડી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, રોહિતે નેટ્સમાં ફરી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

રોહિત ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે
T20 વર્લ્ડ કપ 2022મા જ્યાં એક તરફ રોહિત શર્માની કેપ્ટન્સી જોરદાર રહી છે તો બીજી તરફ તેની બેટિંગમાં જોર દેખાઇ રહ્યું નથી. રોહિતે આ ટૂર્નામેન્ટમાં પાંચ મેચમાં 17ની એવરેજથી માત્ર 89 રન બનાવ્યા છે અને તેનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. રોહિતના ખરાબ ફોર્મના કારણે ટીમની ઓપનિંગ જોડીનું અત્યાર સુધીનું આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. ટીમ ઈચ્છશે કે તેઓ સેમીફાઈનલ જેવી મહત્વની મેચમાં સારો સ્કોર કરે, જેના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.