સગીરાને દુખ્યું પેટમાં તપાસ અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબે કહ્યું 21 અઠવાડિયાનો ગર્ભ છે મામલો પહોંચ્યો પોલીસ મથકે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના બાપુનગર વિસ્તારમાં રહેતા નરાધમે પોતાના ઘરમાં મોબાઇલ ચાર્જિંગ કરવા આવતી માસુમ સગીરાને સાથે વારંવાર દુષ્કર્મ આંચણી ૨૧ અઠવાડિયાનું ગર્ભ કરી દેતા સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા તપાસ દરમિયાન તેણીને પેટમાં ગર્ભ હોવાનો વિસ્ફોટ થતા પરિવારજનોના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનું અનુભવ થતાં તાબડતોબ નરાધમ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના બાપુનગર વિસ્તારમાં રહેતા નરાધમે પોતાના ઘરમાં મોબાઇલ ચાર્જિંગ કરવા આવતી માસુમ સગીરાને સાથે વારંવાર દુષ્કર્મ આંચણી ૨૧ અઠવાડિયાનું ગર્ભ કરી દેતા સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા તપાસ દરમિયાન તેણીને પેટમાં ગર્ભ હોવાનો વિસ્ફોટ થતા પરિવારજનોના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનું અનુભવ થતાં તાબડતોબ નરાધમ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધાર પ્રકારના ચક્રો ગતિમાન કર્યા છે
બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં રહેતી ફરિયાદીની દીકરીને પેટમાં દુઃખાવો ઉપાડતા તેણીને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા તેના પેટમાં 21 અઠવાડિયાનો ગર્ભ હોવાનો વિસ્ફોટ તબીબો એ કરતા તેના માતા પિતાના પરિવારોની પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો અને તેના પેટમાં રહેલો ગર્ભ અંગે તપાસ કરતાં સગીરાની જીણવટ ભરી પૂછ પરછ કરતા સગીરા સાથે તેના વિસ્તારમાં રહેતા આરોપી સાહિલ ફિરોજ અન્સારીના ઘરે સગીરા મોબાઈલ ચાર્જિંગ અર્થે જતી હતી અને તે દરમિયાન સાહિલ અન્સારીએ સગીરા સાથે બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ આચાયુ હોય પરંતુ સગીરાને ઘરમાં આ બાબતે કહેતા મૂંઝવણ અનુભવતી હતી અને નરાધમ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોય જેના કારણે સગીરા આ બાબતે મૌન રહી હતી.
પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી
પરંતુ તબીબી તપાસ દરમિયાન પેટમાં ગર્ભ હોવાનું સામે આવતા આખરે ભોગ બનનાર સગીરાએ સંપૂર્ણ ઘટનાની જાણ પરિવારને કરતા આખરે ભોગ બનાવાની માતાએ નરાધમ સાહિલ અન્સારીએ દુષ્કર્મ આંચળતા સગીરાના પેટમા ગર્ભ રહી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હોવાની માહિતી ડિવાયએસપી ચિરાગ દેસાઈ પૂરી પાડી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement