શંકાશીલ પતિ પત્નીના હાથમાંથી મોબાઇલ છીનવી થયો ફરાર, પત્નીએ નોંધાવી પતિ સામે FIR
ભરૂચના ઝાડેશ્વર ગામ નજીક નોકરી ઉપરથી પરત ફરી રહેલી મહિલાને ઝાડેશ્વર બસ સ્ટેન્ડ નજીક તેના પતિએ રોકી ગાળો ભાંડી ચરિત્રની શંકા રાખી તેનો મોબાઈલ જૂટવી રફુચક્કર થઈ જતા મહિલાએ પોતાના જ પતિ સામે સી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી છેભરૂચના ઝાડેશ્વર વિસ્તારની માનસ નગર સોસાયટીમાં રહેતી અને નેશનલ હાઈવે ૪૮ ઉપર ફોરવીલ ગાડીના શોરૂમમાં ફરજ નિભાવતી દ્રષ્ટિ નોકરી ઉપરથી પરત પોતાના ઘર તરફ જઈ રહી
ભરૂચના ઝાડેશ્વર ગામ નજીક નોકરી ઉપરથી પરત ફરી રહેલી મહિલાને ઝાડેશ્વર બસ સ્ટેન્ડ નજીક તેના પતિએ રોકી ગાળો ભાંડી ચરિત્રની શંકા રાખી તેનો મોબાઈલ જૂટવી રફુચક્કર થઈ જતા મહિલાએ પોતાના જ પતિ સામે સી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી છે
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારની માનસ નગર સોસાયટીમાં રહેતી અને નેશનલ હાઈવે ૪૮ ઉપર ફોરવીલ ગાડીના શોરૂમમાં ફરજ નિભાવતી દ્રષ્ટિ નોકરી ઉપરથી પરત પોતાના ઘર તરફ જઈ રહી હતી તે દરમિયાન જ તેનો પતિ પાર્થ પરેશ જોશી તેનો પીછો કરી રહ્યો હતો અને ઝાડેશ્વર બસ સ્ટેન્ડ નજીક ઝુપીટર ઉપર જઈ રહેલી તેની પત્ની દ્રષ્ટિને રોકી હતી અને તેના પતિએ તેની પત્નીએ ચરિત્રની શંકાએ અભદ્ર ગાળો ભાંડી હતી. તેમજ તું મોબાઈલ ફોનમાં કોની સાથે વાત કરે છે કહી તેણીને ગાળો ભાંડી તેનો મોબાઇલ જુટવી તેનો પતિ મકત્તમપુર તરફ રફુચક્કર થઈ ગયો હતો જેના પગલે ગભરાઈ ગયેલી મહિલાએ તાબડતોબ પોલીસ પથકે દોડી જાય પોતાના જ પતિ સામે ૩૮૦૦૦ના મોબાઈલની અને ચોરી જવાની ફરિયાદ નોંધાવી હતી
સી ડિવિઝન પોલીસે દ્રષ્ટિની ફરિયાદના આધારે તેના પતિ પાર્થ જોશી સામે મોબાઈલ ચોરીની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ ચક્રો ગતિમાન કર્યા છે. ૧૦ મહિના પહેલા દ્રષ્ટિએ પોતાના જ પતિ ઉપર માનસિક ત્રાસ અને હેરાનગતિ અંગે પોતાના પતિ પાર્થ જોશી સામે મહિલા પોલીસ મથકે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ બંને ૧૦ મહિનાથી અલગ અલગ રહેતા હતા અને પતિને તેની પત્ની ઉપર ચરિત્ર ઉપર શંકા હોવાના કારણે તે સતત તેની પત્નીનો પીછો કરતો હતો અને અંતે જાડેશ્વર નજીક તેની પત્નીનો મોબાઇલ જુટવી રફુચક્કર થઈ જતા તેની સામે પત્નીએ વધુ એક ફરિયાદ નોંધાવી હતી
સી ડિવિઝન પોલીસ મથકમાં મહિલાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યા છે કે ૧૦ મહિના પહેલા મારા પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ પણ તેનો પતિ તેને ત્રાસ આપતો હોવાની અરજી પણ સી ડિવિઝન પોલીસ મથકે આપી હતી અને અંતે પતિ તેની પત્નીનો મોબાઇલ જુટવીને ફરાર થઈ જતા સી ડિવિઝન પોલીસે મહિલાના પતિ સામે ગુનો દાખલ કર્યો છે ત્યારે સી ડિવિઝન પોલીસ પથકમાં મહિલાએ અરજી આપી હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરાયો છે.
આ પણ વાંચોઃ ભુવાલડી ગામમાં બે મહિલાઓની હત્યાનો આરોપી ઝડપાયો, અભદ્ર માંગણી ન સ્વીકારાતા કરી હતી હત્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement