Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ ખુલ્લા આકાશ નીચે વિતાવી રાત, Video

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો 50 કલાકથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી. સમાચાર એજન્સી ANIએ સસ્પેન્ડેડ સાંસદોનો એક વિડીયો જાહેર કર્યો છે. વીડિયોમાં કેટલાક સાંસદો પણ આડા પડેલા જોવા મળે છે. કેટલાક સાંસદો એવા પણ છે જેઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે. સદનમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાનો મામલો હજુ ઠંડો પડ્ય
સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ ખુલ્લા આકાશ નીચે વિતાવી રાત  video
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો 50 કલાકથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી. સમાચાર એજન્સી ANIએ સસ્પેન્ડેડ સાંસદોનો એક વિડીયો જાહેર કર્યો છે. વીડિયોમાં કેટલાક સાંસદો પણ આડા પડેલા જોવા મળે છે. કેટલાક સાંસદો એવા પણ છે જેઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે. 
સદનમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. સાંસદો તેમના સસ્પેન્શન અને મોંઘવારી મુદ્દે ચર્ચાની માંગ સાથે સંસદમાં લગભગ 50 કલાક સુધી વિરોધ પ્રદર્શન પર બેઠા છે. આનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સાંસદ ગાંધી પ્રતિમાની સામે બેઠેલા જોવા મળે છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે, જો સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદો માફી માંગે અને ખાતરી આપે કે તેઓ ગૃહમાં પ્લેકાર્ડ નહીં બતાવે તો આસન તેમનું સસ્પેન્શન પાછું ખેંચી શકે છે. ગુરુવારે સવારે ઊંઘમાંથી જાગીને તેઓ પોતાનો મોબાઈલ ચેક કરતા જોવા મળ્યા હતા. સોમવાર અને મંગળવારે સસ્પેન્ડ કરાયેલા 20 સાંસદોમાંથી 7 TMC, 6 DMK, 3 TRS, 2 CPI(M) અને CPI અને AAPમાંથી એક-એક સાંસદ છે. આ સાંસદોને રાજ્યસભામાં હંગામો કરવા બદલ આખા અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Advertisement

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે સંસદ ભવન સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે કહી રહ્યા છીએ કે સરકાર મોંઘવારી પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડમાંથી સ્વસ્થ થયા પછી ફરીથી કામ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, જો વિપક્ષ ઇચ્છે તો આજથી જ ચર્ચા શરૂ કરી શકે છે. સાંસદોના સસ્પેન્શન વિશે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે, જો તેઓ માફી માંગે અને ખાતરી આપે કે તેઓ ફરીથી ગૃહમાં પ્લેકાર્ડ લાવશે નહીં, તો આસન તેમનું સસ્પેન્શન પાછું ખેંચી શકે છે.
સંસદમાં તેમના સસ્પેન્શન અને મોંઘવારીના મુદ્દા પર ચર્ચની માંગને લઇને લગભગ 50 કલાકના વિરોધ પ્રદર્શન પર બેઠેલા સાંસદોના ભોજન વગેરેની વ્યવસ્થા માટે વિપક્ષી પાર્ટીઓ વિશેષ વ્યવસ્થા કરી રહી છે અને આ પ્રદર્શનમાં સામેલ સાંસદો માટે દહી-ભાતથી લઇને ઈડલી-સાંભાર, 'ગાજરન હલવા'થી લઈને ફળ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. વિરોધ પક્ષો તેમની એકતા અને રાજકીય શક્તિ દર્શાવવા માટે થઈ રહેલા પ્રદર્શન માટે એક થયા છે અને એક પછી એક પક્ષોને ધરણા પર બેઠેલા લોકો માટે ખાદ્યપદાર્થોથી લઈને અન્ય વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
Tags :
Advertisement

.