Surat : તારક મહેતાના લોકપ્રિય કલાકાર બન્યા આ શાળાના મહેમાન, આવનાર બોર્ડની પરીક્ષાને લઇને આપી પ્રતિક્રિયા
કીમ ખાતે આવેલી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવમાં લોકપ્રિય ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના કલાકારો મહેમાન બનીને પધાર્યા હતા.
Advertisement
- કીમ ખાતે આવેલી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલના મહેમાન બન્યા તારક મહેતા ઉલ્ટા ચશ્મા ના કલાકારો
- વશિષ્ઠ ઇન્ટર નેશનલ સ્કૂલ માં સાંસ્કૃતિક મહોત્સવ નું કરાયું હતું આયોજન
- તારક મહેતાના લોકપ્રિય કલાકાર કુશ શાહ (ગોલી ), બલવિંદરસીંહ સુરી (રોશનસિંહ સોઢી ), મયુર વાંકાણી (સુંદર )આપી હાજરી
- સુંદર ની એન્ટ્રી થતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા
- આવનાર બોર્ડની પરીક્ષાને લઇ સુંદર મામાં, સોઢી અને કુશ શાહ ઉર્ફ ગોલી એ આપી પ્રતિક્રિયા
Surat : કીમ ખાતે આવેલી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવમાં લોકપ્રિય ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના કલાકારો મહેમાન બનીને પધાર્યા હતા. આ કાર્યક્રમમાં કુશ શાહ (ગોલી), બલવિંદરસિંહ સુરી (રોશનસિંહ સોઢી) અને મયુર વાંકાણી (સુંદર) એ હાજરી આપીને વિદ્યાર્થીઓનું મનોરંજન કર્યું હતું. ખાસ કરીને સુંદરની એન્ટ્રી થતાં જ વિદ્યાર્થીઓ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા અને માહોલ ખુશનુમા બની ગયો. આ ત્રણેય કલાકારોએ આવનારી બોર્ડ પરીક્ષાઓને લઈને પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં સંદેશા આપ્યા અને તેમની સાથે હળવી પળો પણ વહેંચી, જેથી આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો.
Advertisement
Advertisement