Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ટાર્ગેટમાં આવી સામાન્ય જનતા

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એકવાર ટાર્ગેટ એટેક કરી માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. કુલગામ જિલ્લામાં સ્થાનિક ગ્રામીણ બેંકના મેનેજરની હત્યાના 12 કલાકની અંદર ગુરુવારે મોડી રાત્રે બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરો પર હુમલો કર્યો. જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્ય
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ટાર્ગેટમાં આવી સામાન્ય જનતા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એકવાર ટાર્ગેટ એટેક કરી માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. કુલગામ જિલ્લામાં સ્થાનિક ગ્રામીણ બેંકના મેનેજરની હત્યાના 12 કલાકની અંદર ગુરુવારે મોડી રાત્રે બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરો પર હુમલો કર્યો. જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ એટેકનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આતંકવાદીઓએ બડગામના મગરેપોરા ચદૂરા વિસ્તારમાં પ્રવાસી મજૂરો પર હુમલો કર્યો હતો. હુમલામાં જીવ ગુમાવનારા મજૂરનું નામ દિલખુશ જણાવવામાં આવી રહ્યું છે. તે બિહારનો રહેવાસી હતો. જ્યારે અન્ય મજૂરનું નામ રાજન છે, તે પંજાબનો રહેવાસી છે. જમ્મુ-કાશ્મીરમાં બગડતા માહોલને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવા જઈ રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસ અનુસાર, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહેલા બે બહારના મજૂરો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એકનું મોત થયું હતું. 
કાશ્મીરમાં સતત ટાર્ગેટ કિલિંગના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત હુમલાઓએ ત્યાં રહેતા હિન્દુઓને ડરાવી દીધા છે. ગુરુવારે સવારે કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા કુલગામમાં જ એક સ્કૂલ ટીચર રજની બાલાની હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કુલગામ જિલ્લામાં શાળાની બહાર આતંકવાદીઓએ એક શિક્ષકની ગોળી મારીને હત્યા કરી હતી. જેના કારણે સમગ્ર કાશ્મીરમાં ગુસ્સો જોવા મળ્યો હતો. જેના થોડા દિવસો પહેલા આતંકવાદીઓએ બડગામના ચદૂરા વિસ્તારમાં સ્થિત તહસીલ ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા કરી નાખી હતી અને તેના થોડા દિવસો પછી ટીવી એક્ટ્રેસ અમરીન ભટ અને પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હતી.
કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા બાદ જમ્મુથી લઈને કાશ્મીર સુધી દેખાવો થયા હતા. આ દરમિયાન કાશ્મીરી પંડિતોએ સરકાર પાસે માંગ કરી હતી કે તેઓને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. કાશ્મીરી પંડિત કર્મચારીઓનું પ્રદર્શન આજે પણ ચાલુ છે અને તેઓએ સામૂહિક હિજરતની ચેતવણી પણ આપી છે. છેલ્લા થોડા દિવસોમાં બનેલી આ પ્રકારની ઘટનાઓથી એકવાત સ્પષ્ટ થઇ રહી છે કે, આતંકવાદીઓ હવે સામાન્ય નાગરિકોને પોતાનો નિશાન બનાવી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.