Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છ વર્ષ પહેલા જર્જરીત જાહેર કરાયેલી શાળામાં માથે મોત લઇ દરરોજ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં  આવેલું વડેલા ગામ  ચાર હજારની વસ્તી ધરાવતું ગામ છે.  વડેલાની પ્રાથમિક શાળામાં કુલ 338 બાળકો અભ્યાસ કરે છે.  આ પ્રાથમિક શાળા વડેલા ગામથી 4 કી.મી ના અંતરે આવી છે.  વડેલા ગામથી એક કિલોમીટર દૂર વડેલા ક્રોસિંગ આવેલું છે ત્યાં સુધી તો પાકી સડક છે અને ક્રોસિંગ થી જેવા વળીએ એટલે 3 કિ.મી કાચા ઉબખાબડ રસ્તા પર ચાલતા વડેલા પ્રાથમિક શાળા આવે છે. 40 વર્ષ પહેલા શાળાના ઓ
08:13 AM Jan 20, 2023 IST | Vipul Pandya
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં  આવેલું વડેલા ગામ  ચાર હજારની વસ્તી ધરાવતું ગામ છે.  વડેલાની પ્રાથમિક શાળામાં કુલ 338 બાળકો અભ્યાસ કરે છે.  આ પ્રાથમિક શાળા વડેલા ગામથી 4 કી.મી ના અંતરે આવી છે.  વડેલા ગામથી એક કિલોમીટર દૂર વડેલા ક્રોસિંગ આવેલું છે ત્યાં સુધી તો પાકી સડક છે અને ક્રોસિંગ થી જેવા વળીએ એટલે 3 કિ.મી કાચા ઉબખાબડ રસ્તા પર ચાલતા વડેલા પ્રાથમિક શાળા આવે છે. 
40 વર્ષ પહેલા શાળાના ઓરડાનું બાંધકામ કરવામાં આવેલું 
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વડેલા પ્રાથમિક શાળાના બાળકો માથા ઉપર મોત લઈને અભ્યાસ કરે છે. વડેલા પ્રાથમિક શાળામાં આશરે 40 વર્ષથી વધારે સમય પહેલાનું બાંધકામ ધરાવતા છ  ઓરડા છે જે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેમ છે. .શાળાની ખખડધજ દીવાલો , બીમ અને તૂટેલી છતો ગમે ત્યારે તૂટી પડે તેમ છે, આવા તૂટેલા ઑરોડાઓમાં મોતનો ભાર રાખી વિદ્યાર્થીઓ અહીં ભણે છે.. એટલું જ નહીં  ચોમાસામાં પાણી ટપકે તો લોખંડની બારીઓમાં કરંટ આવવાની જોખમી સ્થિતિ ઉભી થાય છે.  
વડેલા પ્રાથમિક શાળાને તોડી પાડવા માટે 2015 માં તાલુકા કક્ષાએ થી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ લેટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ એ વાતને પણ  છ વર્ષ નો સમય વીતી ગયો હોવા છતાં નવા બાંધકામ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ગ્રામજનો અને સ્કૂલના શિક્ષકો દ્વારા તમામ જગ્યાએ તાલુકા કક્ષાએ અને રાજકીય ક્ષેત્રે  છેલ્લા 6 વર્ષથી રજુઆતો કરવામાં આવી છે પણ નથી અધિકારીઓ ધ્યાન આપતા કે નથી નેતાઓ .આ સ્થિતિ જોઇને સવાલ થાય કે  શું ગરીબ બાળકોને  સારું અને સ્વસ્થ અને સ્વચ્છ શિક્ષણ મેળવવાનો અધિકાર નથી.  
          
શાળા જમીનદોસ્ત કરવા માટે છ વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું 
વડેલા પ્રાથમિક શાળા વર્ષોથી જર્જરિત છે. ચોમાસામાં બાળકોને ક્લાસરૂમ માં બેસવું ખુબજ અઘરું બની રહ્યું છે.  2015થી આ શાળા જર્જરિત હોવાની રજૂઆતો થઈ રહી છે અને અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત દ્વારા 2015માંતો પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું કે આ શાળા જર્જરિત છે અને તેને જમીનદોસ્ત કરવી અને એમાં પણ ત્રણ શરતો રાખેલી હતી તેમાંની એક શરત એ હતી કે શાળાનો કાટમાળ ઉતરતા સમયે કોઈ પણ જાન હાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખું , ખૂબ દુઃખ અને શરમની વાત છે કે એવી  શાળામાં 6 વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવામાં આવે છે , શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દાહોદની લોકસભા સીટની સાતમી વિધાન સભા સંતરામપુર  થી ધારાસભ્ય છે તો હવે તે પોતાની લોકસભાના મત વિસ્તારમાં આવા સળગતા પ્રશ્ન માટે કેટલી તત્પરતા દાખવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ  ચોરવાડ ગામની પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરીત થતાં બાળકોને ભણવાની મુશ્કેલી પરતું તંત્ર ઘોર નિદ્રામાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DahoddeclareddilapidateddyingGujaratFirstSchoolsixyearsagoStudentsstudying
Next Article