Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાણપુરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરવાની ઘટનાના વિરોધમાં સજ્જડ બંધ, શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ

બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે ગત તારીખ 16-12ના રોજ  શહેરની કન્યાશાળા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે  વિધર્મી શિક્ષક દ્વારા અડપલાં કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બાળાએ પોતાના પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે 354 અને પોસ્કો જેવી કલમ દાખલ કરી ફરિયાદ નોંધી હતી અને આરોપી જાવેદ ચુડેસરાની ધડપકડ કરી હતી. સમગ્ર મામલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર મામલે ઘેરા
રાણપુરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરવાની ઘટનાના વિરોધમાં સજ્જડ બંધ  શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ
બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે ગત તારીખ 16-12ના રોજ  શહેરની કન્યાશાળા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે  વિધર્મી શિક્ષક દ્વારા અડપલાં કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બાળાએ પોતાના પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે 354 અને પોસ્કો જેવી કલમ દાખલ કરી ફરિયાદ નોંધી હતી અને આરોપી જાવેદ ચુડેસરાની ધડપકડ કરી હતી. 
સમગ્ર મામલાના ઘેરા પ્રત્યાઘાત 
સમગ્ર મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે,  અને કોળી સમાજ દ્વારા આજે રાણપુર બંધનુ એલાન અપાયું હતું. જે મામલે આજરોજ રાણપુર શહેર સ્વયંભુ સજ્જડ બંધ રહ્યું હતું. બંધ પાળનારા લોકોએ વિદ્યાર્થીનીને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે. 

શહેરમાં વિશાળ મૌન રેલી યોજાઇ 
ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, અમદાવાદના સરખેજના ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, રાજેશ ગોહિલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડભાઈ ભરવાડ તેમજ રાણપુર શહેરના અને જિલ્લાભરમાથી વિશાળ સંખ્યામાં આગેવાનો તેમજ મહિલાઓ એકત્રિત થયા હતા. એકત્રિત થયેલા લોકોએ  શહેરમાં વિશાળ મૌન રેલી યોજી શિક્ષક સામે કેસ  ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને તેને કડકમાં કડક સજા અપાવવા માંગ કરી હતી 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.