Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય વાયુસેના અધ્યક્ષ શ્રીમાન વી.આર.ચૌધરીની Statue of Unityની ખાસ મુલાકાત

પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ), વાયુ સેના મેડલ (વીએમ) સહિત ભારતના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે માનદ એડીસી સન્માન પ્રાપ્તકર્તા ભારતીય વાયુસેના અધ્યક્ષ શ્રીમાન વી.આર.ચૌધરીની સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સહિત અલગ-અલગ  પ્રોજેક્ટ્સની મુલાકાત લઈને અભિભૂત થયા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઅખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની અતિ à
ભારતીય વાયુસેના અધ્યક્ષ શ્રીમાન વી આર ચૌધરીની statue of unityની ખાસ મુલાકાત
પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ), વાયુ સેના મેડલ (વીએમ) સહિત ભારતના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે માનદ એડીસી સન્માન પ્રાપ્તકર્તા ભારતીય વાયુસેના અધ્યક્ષ શ્રીમાન વી.આર.ચૌધરીની સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સહિત અલગ-અલગ  પ્રોજેક્ટ્સની મુલાકાત લઈને અભિભૂત થયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની અતિ વિરાટ પ્રતિમાને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં એર ચીફ માર્શલશ્રી વી.આર.ચૌધરીના ગાઇડ તરીકે સુ.શ્રી શાહિન મેમણ જોડાયા હતા. શ્રી વી.આર. ચૌધરીએ પરિસરમાં સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઇ પટેલના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન અને ટૂંકી ફિલ્મને રસપૂર્વક નિહાળ્યું હતું. 
શ્રીમાન ચૌધરીજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણીને ધન્યતાનો ભાવ અનુભવ્યો હતો. એર ચીફ માર્શલશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોંધેલા પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ  યુનિટીની મુલાકાતથી ઘણી પ્રેરણા મળે છે,પ્રવાસીઓ માટે શ્રેષ્ઠતમ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. 
લાઈટ એન્ડ સાઉન્ડ શો
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સાંજની વેળાએ સહેલાણીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર એટલે કે લેઝર શોમાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા શ્રીમાન વી.આર.ચૌધરીએ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવેલા સરદાર સાહેબના જીવનકવન અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણની ઝીણવટભરી માહિતી લેઝર શોના માધ્યમથી મેળવીને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
સરદાર સરોવર ડેમની મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈને શ્રીમાન વી.આર.ચૌધરીએ સરદાર સરોવર નર્મદા ડેમની તકનિકી જાણકારી અને નર્મદા ડેમ મારફતે થઇ રહેલા લાભ અંગે ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા.
આરોગ્ય વનની મુલાકાત
આરોગ્ય વનની મુલાકાતે પહોચેંલા એર ચીફ માર્શલનું નાયબ વન સંરક્ષક શ્રી પ્રતિક પંડયા અને ડૉ. રામ રતન નાલાએ સ્વાગત કર્યુ હતુ, ત્યારબાદ મહાનુભાવોએ આરોગ્ય વનના ડીજીટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડનની મુલાકાત લઇને અભિભૂત થયા હતા. 
જંગલ સફારીની મુલાકાત
ત્યાર બાદ જંગલ સફારીની સફર માણતા તેઓશ્રીએ વિવિધ વિભાગોની મુલાકાત લઈને વન્યજીવોની લેવામાં આવતી કાળજી અને ચિકિત્સકીય સારવાર સહિતની તમામ સુવિધાઓથી માહિતગાર થઈ વિભાગની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી.તેઓને  ઝૂ બાયોલોજિસ્ટ શ્રી રવિ પટેલે તમામ માહિતી પૂરી પાડી હતી.  
શ્રીમાન ચૌધરીજીની નર્મદા જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટ્સની મુલાકાત યાદગાર સાબિત થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી અધિક કલેકટર શ્રી ધવલ જાનીએ સ્મૃતિરૂપે શ્રીમાન ચૌધરીને સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કરી હતી. 
  • ભારતીય વાયુસેના અધ્યક્ષશ્રીની આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર સર્વશ્રી શિવમ બારીયા,ઉમેશ શુક્લ જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલ  જોડાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.