Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાનના હનુમાનગઢમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ કાર્ય શરૂ

ભારતીય વાયુસેનાનું મિગ-21 સોમવારે રાજસ્થાનના હમુમાનગઢ જિલ્લામાં ક્રેશ થયું હતું, સંરક્ષણ સૂત્રોએ ઉમેર્યું હતું કે પાઇલટ સુરક્ષિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટ સુરક્ષિત છે અને બચાવ માટે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચી ગયું છે. IAFના સૂત્રોના જણાવ્યા અનુસાર એરક્રાફ્ટ સુરતગઢથી...
Advertisement

ભારતીય વાયુસેનાનું મિગ-21 સોમવારે રાજસ્થાનના હમુમાનગઢ જિલ્લામાં ક્રેશ થયું હતું, સંરક્ષણ સૂત્રોએ ઉમેર્યું હતું કે પાઇલટ સુરક્ષિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટ સુરક્ષિત છે અને બચાવ માટે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચી ગયું છે. IAFના સૂત્રોના જણાવ્યા અનુસાર એરક્રાફ્ટ સુરતગઢથી ઉડાન ભરી હતી. હાલ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

રાજસ્થાનના હનુમાનગઢમાં સોમવારે સવારે એરફોર્સનું MiG-21 વિમાન રહેણાંકી વિસ્તારમાં ક્રેશ થયું હતું જેમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલો મળી રહ્યાં છે. જ્યારે બંને પાયલટ સુરક્ષિત છે.

Advertisement

હનુમાનગઢ SP સુધીર ચૌધરીએ જણાવ્યું કે, વિમાન સુરતગઢથી ટેકઓફ થયું હતું અને તે બહલોલનગરમાં ક્રેશ થયું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને એક ઘર પર પડ્યું જેના લીધે 2 મહિલાઓના મોત થયાં જ્યારે 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત છે.

Advertisement

એરફોર્સે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, વાયુસેનાના MiG-21 એ આજે સવારે નિયમિત તાલીમ ઉડાન ભરી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાય. બંને પાયલટે પોતાને સુરક્ષિત બહાર લાવવામાં સફળ રહ્યાં. દુર્ઘટનાના કારણો જાણવા તપાસ શરૂ કરી દીધી છે.

આ અગાઉ જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક તાલીમી ઉડાન દરમિયાન મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું જેમાં ભારતીય વાયુસેનાના બે પાયલટો શહીદ થયાં હતા.

આ પણ વાંચો : ડિલીવરી પાર્ટનર્સ સાથે ખાધા મસાલા ઢોંસા, સ્કૂટર પર સવારી, જુઓ કર્ણાટક ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીનો ખાસ અંદાજ

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Pakistan Atom Bomb: આતંકવાદીઓના હાથમાં હશે પરમાણુ બોમ્બ, યુરેનિયમની લૂંટ

featured-img
ધર્મ ભક્તિ

MahaKumbh 2025: વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ, ઋષિ દુર્વાસાએ શ્રાપ આપ્યો અને...

featured-img
અમદાવાદ

Breaking : Uttarayan ને લઈ મોટા સમાચાર, High Court એ સરકારને કર્યો આ આદેશ

featured-img
ગુજરાત

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી

featured-img
રાજકોટ

Rajkot : વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા : નરેન્દ્ર સોલંકી

featured-img
રાષ્ટ્રીય

Maha Kumbh 2025 માટે સ્પેશિયલ ટ્રેનોની યાદી જાહેર, ઝડપથી કરવો ટિકિટ બુકિંગ

×

Live Tv

Trending News

.

×