Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં લોન્ચ થઇ ખાટી છાશ...! વાંચો અહેવાલ

અહેવાલ--રાકેશ કોટવાલ, ગાંધીધામ કોઈપણ ઘરમાં અનેક વખત મહિલાઓ રાત્રે અચાનક છાશ દહી જમાવવા માટે મેળવણ ભુલી જતા હોય છે. આ સમસ્યા આજે પણ છે. પણ હવે મહિલાઓને આ સમસ્યામાંથી મુકિત મળશે. બજારમાં અમૂલ ખાટી છાસ લોન્ચ થઈ છે જે માત્ર...
કચ્છમાં લોન્ચ થઇ ખાટી છાશ     વાંચો અહેવાલ
અહેવાલ--રાકેશ કોટવાલ, ગાંધીધામ
કોઈપણ ઘરમાં અનેક વખત મહિલાઓ રાત્રે અચાનક છાશ દહી જમાવવા માટે મેળવણ ભુલી જતા હોય છે. આ સમસ્યા આજે પણ છે. પણ હવે મહિલાઓને આ સમસ્યામાંથી મુકિત મળશે. બજારમાં અમૂલ ખાટી છાસ લોન્ચ થઈ છે જે માત્ર દસ રૂપિયામાં મેળવણ અને કઢી સહિતના ઉપયોગ માટે ખાસ લોન્ચ કરવામાં આવી છે. પ્રથમ તબકકામાં માત્ર કચ્છમાં લોન્ચ થયેલી આ ખાટી છાસ તબકકાવાર ગુજરાત અને સમગ્ર દેશમાં મળતી થશે.
અમૂલ ખાટી છાસ” નું સરહદ ડેરીના ચાંદરાણી પ્લાન્ટ ખાતે લોન્ચ
કચ્છ જિલ્લાની  કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા હાલમાં કચ્છ જિલ્લાના લોકોને જે ઘરમાં જે ખાટી છાસ પીવાનું ચલણ છે તે નવા પ્લાન્ટ ખાતેથી તે સ્વાદની “અમૂલ ખાટી છાસ” નું સરહદ ડેરીના ચાંદરાણી પ્લાન્ટ ખાતે આજ થી અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
10 રુપિયામાં ૨૭મે થી કચ્છના બજારમાં ઉપલબ્ધ
આ છાસ ૪૦૦ml પાઉચમાં રૂપિયા 10 માં આવતીકાલ ૨૭મે થી કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે. આ પ્રકારની ખાટી છાસ અમૂલ બ્રાન્ડ હેઠળ સૌ પ્રથમ કચ્છથી શરૂ કરવામાં આવી છે. હવે ધીમે ધીમે ગુજરાત અને ત્યારબાદ ભારત ભરમાં આ પ્રકારની અમૂલ ખાટી છાસ બજારમાં મળતી થશે તેવું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન  અને સરહદ ડેરીના ચેરમેન  વલમજીભાઈ હુંબલે જણાવ્યું છે.
આજથી ચાંદરણી પ્લાન્ટ ખાતે પેકિંગ શરૂ
આ ઉપરાંત   અમૂલ મસાલા છાસ 340mlના પેકમાં પણ આજથી ચાંદરણી પ્લાન્ટ ખાતે પેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જે  પ્રતિ પેક રૂપિયા 11માં આવતી કાલથી બજારમાં ઉપલબ્ધ થશે. આ પ્રસંગે સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવ ગૂસાઈ, અમૂલ ફેડરેશનના અધિકારી અમીરકુમાર, ધવલ ભાટેસરા, પ્લાન્ટ મેનેજર નીલેશ જાલમકર, હાર્દિક કટારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.