આજે ED સમક્ષ હાજર થશે સોનિયા ગાંધી, કોંગ્રેસ વિરોધની તૈયારીમાં
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં આજે ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ બપોરે પોતાનું નિવેદન નોંધવા માટે ED સમક્ષ હાજર થશે. ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભે, સોમવારે સ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં આજે ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ બપોરે પોતાનું નિવેદન નોંધવા માટે ED સમક્ષ હાજર થશે.
ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભે, સોમવારે સાંજે પાર્ટીના મુખ્યાલયમાં કોંગ્રેસના મહાસચિવો, પાર્ટીના પ્રદેશ પ્રભારીઓ અને સાંસદોની બેઠક યોજાઈ હતી, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, એજન્સીએ શરૂઆતમાં તેમને સોમવારે બોલાવ્યા હતા, બાદમાં તેને એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ પહેલા સોનિયા ગાંધી 21 જુલાઈના રોજ ED સમક્ષ હાજર થયા હતા. EDએ પહેલા દિવસે તેની બે કલાકથી વધુ પૂછપરછ કરી હતી. એજન્સી તરફથી 28 પ્રશ્નોના જવાબ આપ્યા. ED કોંગ્રેસના અખબાર નેશનલ હેરાલ્ડની માલિકીનો હક ધરાવતી યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે.
પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગયા અઠવાડિયે સોનિયાની સાથે ED ઓફિસે જાય તેવી શક્યતા છે. પ્રિયંકા દવા કે અન્ય કોઈ જરૂરિયાત માટે તેમની સાથે રહી શકે છે.
Advertisement