Bet Dwarka માં Demolition સામે આપી ‘ગર્ભિત’ ધમકી, સોશિયલ મીડિયા X પર કરી આવી પોસ્ટ
- કેટલાક અસામાજિક તત્વો હવે આ મુદ્દે ધમકી આપી રહ્યા છે
- સોશિયલ મીડિયા X પર કેટલાક તત્વો ધમકી આપી
- અમે દ્વારકાના લોકો યાદ રાખીશું કે તમે શું કરી રહ્યા છો!
દ્વારકામાં 'દાદાના બુલ્ડોઝર'ને લઇ કેટલાક અસામાજિક તત્વોની ગંદી હરકત સામે આવી છે. જેમાં કેટલાક અસામાજિક તત્વો હવે આ મુદ્દે ધમકી આપી રહ્યા છે. તેમાં સોશિયલ મીડિયા X પર કેટલાક તત્વો ધમકી આપી કહી રહ્યાં છે કે અમે દ્વારકાના લોકો યાદ રાખીશું કે તમે શું કરી રહ્યા છો! અમારા બાળકો માટે તમે શું કરી રહ્યા છો તે અમે યાદ રાખીશું. બે દિવસથી બેટદ્વારકામાં ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી ચાલી રહી છે.