Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SMCદરોડાથી જિલ્લાની અન્ય ગેરકાયદે ખાણો રાતોરાત થઈ બંધ ?

પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણો પર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાડેલા દરોડાએ સ્થાનિક તંત્રના ભ્રષ્ટાચારની પોલ તો ખોલી જ  નાખી છે  પરંતુ કુછડીમાં પડેલી આ રેડનો રેલો બળેજ સુધી પહોંચ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છ  SMC દરોડાથી જિલ્લાની અન્ય ગેરકાયદે ખાણો રાતોરાત થઈ બંધ અહીં મોટા માથાઓની ગેરકાયદેસર ખાણો પોતાની પોલ સાવ ખૂલી ન પડી જાય તે માટે àª
smcદરોડાથી જિલ્લાની અન્ય ગેરકાયદે ખાણો રાતોરાત થઈ બંધ

પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણો પર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાડેલા દરોડાએ સ્થાનિક તંત્રના ભ્રષ્ટાચારની પોલ તો ખોલી જ  નાખી છે  પરંતુ કુછડીમાં પડેલી આ રેડનો રેલો બળેજ સુધી પહોંચ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છ  SMC દરોડાથી જિલ્લાની અન્ય ગેરકાયદે ખાણો રાતોરાત થઈ બંધ અહીં મોટા માથાઓની ગેરકાયદેસર ખાણો પોતાની પોલ સાવ ખૂલી ન પડી જાય તે માટે રાતોરાત બંધ કરાવી તેવી ચર્ચાઓ પણ થય રહી છે.

Advertisement

બીજી તરફ દરોડાની કાર્યવાહી કરનાર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આ ચકચારી પ્રકરણમાં ખૂદ ફરિયાદી બનીને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ત્રણ એફઆઈઆર નોંધાવી છે. જેમાં કુલ ૫૨ શખ્સોના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કિસ્સામાં અત્યાર સુધીમાં કુલ ૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે તમામ ખાણમાં કામ કરતાં મજૂરો કે વાહનના ચાલકો છે. આ કેસમાં પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાંક ખાણ માલિકોના નામ પણ ખૂલ્યા છે, જેની ધરપકડ કરવાની હજુ બાકી છે.
અત્યાર સુધી રોકડીમાં જ રત રહેલાં પોરબંદર ખાણ-ખનીજ ખાતાંના અધિકારીઓ દ્વારા ગેરકાયદે ખાણો પર દરોડાના દેખાવ કરીને ત્યાં કામ કરતાં લોકોને જ પકડવામાં આવ્યા છે, તેવા પણ અનેક વખત આક્ષેપો થાય છે પરંતુ મોટાં મગર મચ્છોને હંમેશા છાવરવામાં આવ્યા છે ,તેવી  પણ ચર્ચા થય રહી છે પરંતુ હવે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ કેસમાં જાતે જ મોરચો સંભાળીને ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે આ મામલે હવે સ્થાનિક પોલીસે પણ કડક કાર્યવાહી કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી' કરવાની ફરજ પડશે અને જો આવું થશે તો આ મામલે આગામી દિવસોમાં મોટાં કડાકા-ભડાકા થાય તો નવાઈ નહીં.
સ્ટેટ મોનિટરીંગ સેલ ૧૫ ખાણોમાં પાડયા દરોડા એક કરોડ થી વધુનું મુદ્દામાલ જપ્ત!
જેમાં ફૂલ 15 ગેરકાયદે ખાણો જડપી લીધી હતી જેમાંથી 4 ટ્રક 1 ડમ્પર  જેસીબી 1 ટ્રેકટર ટ્રોલી 2 ટ્રેકટર 11 ચકરડીઓ 40 લાઇમ સ્ટોન ના બેલા 600 મોબાઇલ 19 સહિત 33 શખ્સો અને 19 આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા છે.આ ખાણો ઝડપાયેલા જેની અંદાજીત કિંમત 1,37,90,500નો મુદામાલ કબજે કરેલ છે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કામગીરી દરમિયાન સ્થાનિક ખાણ અને ખનીજ વિભાગને સાથે રાખી કામગીરી કરી છે જડપાયેલ તમામ મુદામાલ વિસાવાળા ગામે રાખેલ છે હારબર મરીન પોલીસ સ્ટેશનમાં તમામ સામે કાયદેસર ની ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવેલ છે .
કુછડીના સરપંચ સહિત આઠ ખાણ માલિકોના નામ ખૂલ્યા!
કુછડી પંથકમાં ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણો પર એસએમસીના દરોડામાં કુછડી ગ્રામ પંચાયતના સરપંચ નાગાભાઈ ભીખાભાઈ સહિત આઠ ખાણ માલિકોના નામ ખૂલ્યા છે. આ શખ્સોમાં રામભાઈ (પોરબંદર), રાજુભાઈ મેર (રહે. કુછડી), બાલુભાઈ ઉર્ફે મામો મહેર (રહે. માધવપુર), ભાવિનભાઈ વેલજીભાઈ કોટિયા (પોરબંદર), એભાભાઈ દાસા (પોરબંદર), હમીરભાઈ અરશીભાઈ મેર (રહે. ઓડદર) તથા હાજાભાઈ મેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હજુ પણ કેટલાંક મોટાં માથાંઓના નામ પણ તપાસમાં ખૂલે તેવી શક્યતા છે. આ ઉપરાંત જેમના નામ ખૂલ્યા છે તે અજય ખૂંટી, અરજણ મોઢવાડિયા, લખા મોઢવાડિયા, રામભાઈ મોરી, પ્રતાપ રાતિયા, મિલન ચૌહાણ, મશરીબાપા કેશવાલા, પ્રતાપ કુછડિયા વગેરેની ધરપકડ કરવાની હજુ બાકી છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.