Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓડદર ગૌશાળામાં મધરાતે ત્રાટકી છ ગૌવંશનું કર્યું મારણ, 3 ઘાયલ, પાલિકાની બેદરકારીના કોગ્રેસના આક્ષેપો

પોરબંદરના પાદરે મહેમાન બનેલા માંગરોળના સિંહે ગત રાત્રીના નગરપાલિકા સંચાલીત ગૌશાળામાં 6 ગૌવંશના મારણ કર્યા હતા તેમજ ત્રણ ગૌવંશ હજુ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અગાઉ પણ સિહે ગૌશાળામાં ગૌવંશ ઉપર હૂમલો કર્યો હતો. ગૌશાળામાં ફેન્સીંગ તથા લાઇટનો અભાવ હોવાના કારણે ગૌવંશ ઉપર ખતરો જોવા મળી રહ્યો છે. જેના લીધે જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસે પણ પાલિકા વિરુધ આક્રોશ ઠાલવ્યો àª
05:57 PM Jan 03, 2023 IST | Vipul Pandya
પોરબંદરના પાદરે મહેમાન બનેલા માંગરોળના સિંહે ગત રાત્રીના નગરપાલિકા સંચાલીત ગૌશાળામાં 6 ગૌવંશના મારણ કર્યા હતા તેમજ ત્રણ ગૌવંશ હજુ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અગાઉ પણ સિહે ગૌશાળામાં ગૌવંશ ઉપર હૂમલો કર્યો હતો. ગૌશાળામાં ફેન્સીંગ તથા લાઇટનો અભાવ હોવાના કારણે ગૌવંશ ઉપર ખતરો જોવા મળી રહ્યો છે. જેના લીધે જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસે પણ પાલિકા વિરુધ આક્રોશ ઠાલવ્યો છે  પાલિકા બાગ બગીચા પાછળ કરોડોનો ખર્ચો કરી રહી છે પણ ગૌધન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ભાજપ શાસિત પાલિકા બજેટ ફાળવામાં આનાકાની થી જીવદયા પ્રેમીઓ માં રોષ મળી રહ્યો છે તેવું કોંગ્રેસે જણાવ્યુ હતુ.
પોરબંદરથી માંગરોળ સુધીના કોસ્ટલ વિસ્તારમાં છેલ્લા બે માસથી સિંહની અવર જવર જોવા મળી રહી છે. આ સિંહ પોતાનો વિસ્તાર મોટો કરતો હોય અને સતત અવર જવરના લીધે વન વિભાગ પણ એલર્ટ પર છે અને તેના પર સતત મોનટરીંગ કરવામાં આવી રહ્યું છે. માંગરોળ કોસ્ટલ વિસ્તારમાં સિંહ પરિવારનો વસવાટ જોવા મળે છે. ગુજરાતમાં હવે સિહોની સંખ્યા વધતા જંગલ વિસ્તાર ટુંકો પડી રહ્યો છે. જેના લીધે સિંહો પોતોનો વિસ્તાર લંબાવવા આગળ આવી રહ્યાં છે. પોરબંદરના પાદરે આવેલા સહે બે માસ પૂર્વે એન્ટ્રી કરી હતી. ત્યારે હાઇવે ઉપર પશુનું મારણ કરતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ રતનપર-ઓડદર વિસ્તારમાં સતત અવર જવર જોવા મળી રહી છે અને હવે પોરબંદરથી માંગરોળ સુધીના કોસ્ટલ વિસ્તારમાં આ સહ સતત અવર જવર કરે છે.
પાલિકાની બેદરકારીએ ગૌવંશ ઉપર ખતરો વધ્યો
ઓડદર વિસ્તારમાં નગરપાલિકા સંચાલીત ગૌશાળા આવેલ છે જ્યાં 100થી વધુ ગૌવંશ વસવાટ કરે છે. પરંતુ આ ગૌશાળાની દિવાલ નીચી હોવાથી અને ફેન્સીંગ તેમજ લાઇટીંગ ન હોવાથી સિંહ, દિપડા જેવા પ્રાણીઓ સહેલાઇથી અવર જવર કરી શકે છે. અગાઉ પણ આ ગૌશાળામાં સિંહે ગૌવંશના મારણ કર્યા હતા. સોમવારની મધ્યરાત્રીએ સિંહે નગરપાલિકા સંચાલીત ઓડદર ગૌશાળામાં ગૌવંશ ઉપર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં 6 ગૌવંશના મારણ થયા છે તો ૩ ગૌવંશ હજુ પણ ઘાયલ જોવા મળી રહ્યાં છે. ગૌવંશ ઉપર વારંવાર હૂમલાના લીધે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૌશાળામાં દિવાલ નીચી તેમજ ફેન્સીંગ અને લાઇટની વ્યવસ્થા માટે વન વિભાગે નગરપાલિકાને જણાવ્યું હતું. આમ છતાં પાલિકાની ઘોર બેદરકારીના કારણે ગૌવંશના મારણ થયા છે. આથી ગૌશાળામાં ગૌવંશ ઉપર હૂમલો ન થાય તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગ થઇ રહી છે.
4 વર્ષના સિંહને પોરબંદરનો સીમાડો ફાવી ગયો
પોરબંદરના પાદરે માંગરોળના 4 વર્ષના સહની સતત અવર જવર જોવા મળી રહી છે. કોસ્ટલ વિસ્તારમાં લટાર મારતા સહને હવે પોરબંદરનો સીમાડો ફાવી ગયો છે. માંગરોળથી પોરબંદર-ઓડદર સુધીના કોસ્ટલ વિસ્તારમાં સિંહની અવર જવરના લીધે વન વિભાગ દ્વારા પણ તેના ઉપર સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. વન વિભાગના જણાવ્યા મુજબ સાડા ત્રણથી 4 વર્ષની ઉંમરનો આ સિંહ છે. પોતાનો વિસ્તાર બનાવવા આ સહ પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાં અવર જવર વધી રહી છે. લોકોએ પણ સમયની સાથે સિંહને સ્વિકારવો પડશે. નાગરીકો પોતાના પશુઓના રક્ષણ માટે ખાસ તો રાત્રીના લાઇટીંગ વ્યવસ્થા કરે તેમજ વન વિભાગ દ્વારા અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સહ મોટાભાગે રિઝર્વ ફોરેસ્ટમાં રહે છે.
આ પણ વાંચો - ગુજરાતની ધરતીએ "પ્રમુખસેવક" પણ આપ્યા અને "પ્રધાનસેવક" પણ આપ્યા : ડૉ. સંબિત પાત્રા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
cowcowshedGujaratFirstLionPorbandar
Next Article