શોએબ અખ્તરે આપ્યું વિરાટ નિવેદન, કહ્યું- હું ઇચ્છું છું કે કોહલી T20માંથી સંન્યાસ લઇ લે
પાકિસ્તાન વિરુદ્ધ T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની મેચમાં વિરાટ કોહલીના બેટે જે આગ લગાવી છે તે આજે પણ સળગી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન પોતાની પહેલી હારથી આજે પણ પૂરી રીતે બહાર આવી શક્યું નથી. આ જ કારણ છે કે, પાકિસ્તાનના ઘણા દિગ્ગજ હજુ પણ વિરાટ કોહલીની તે તોફાની ઇનિંગને ભૂલી શક્યા નથી. વળી બીજી પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલીને લઇને એક એવું ન
પાકિસ્તાન વિરુદ્ધ T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની મેચમાં વિરાટ કોહલીના બેટે જે આગ લગાવી છે તે આજે પણ સળગી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન પોતાની પહેલી હારથી આજે પણ પૂરી રીતે બહાર આવી શક્યું નથી. આ જ કારણ છે કે, પાકિસ્તાનના ઘણા દિગ્ગજ હજુ પણ વિરાટ કોહલીની તે તોફાની ઇનિંગને ભૂલી શક્યા નથી. વળી બીજી પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલીને લઇને એક એવું નિવેદન આપ્યું છે કે, જેના કારણે તે હવે ચર્ચામાં આવ્યા છે.
શોએબની કોહલીને વિરાટ સલાહ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની શરૂઆત પહેલા જ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની મેચને લઇને ખૂબ જ ચર્ચાઓ થઇ રહી હતી. જોકે, આ મેચની ચર્ચા આજે પણ થઇ રહી છે. આજે પણ ઘણા લોકો વિરાટ કોહલીની તે ઇનિંગને ભૂલી શક્યા નથી. તેની ઈનિંગની ગુંજ આખી દુનિયામાં સંભળાઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું એક નિવેદન સામે આવ્યું છે. અખ્તરે કહ્યું કે, "હું ઈચ્છું છું કે તે T20iમાંથી નિવૃત્તિ લઈ લે કારણ કે હું નથી ઈચ્છતો કે તે પોતાની બધી શક્તિ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં લગાવે. જો તે આજે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે તો તે વનડેમાં ત્રણ સદી ફટકારી શકે છે.
જીવનની સૌથી મોટી ઇનિંગ્સ
દર્શકોથી ભરચક MCG સ્ટેડિયમમાં, કોહલીએ દબાણની સ્થિતિમાં 53 બોલમાં 82 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી. રાવલપિંડી એક્સપ્રેસે કોહલીની ઈનિંગની પ્રશંસા કરી અને તેને "તેના જીવનની સૌથી મોટી ઈનિંગ્સ" ગણાવી. ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, 'મને લાગે છે કે તે આ રીતે રમ્યો કારણ કે તેને વિશ્વાસ હતો કે તે આમ કરી શકશે. "તે ત્રણ વર્ષથી આઉટ ઓફ ફોર્મ હતો, તેણે રન બનાવ્યા ન હતા. તેની પાસેથી તેની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ અને ઘણા લોકોએ તેને ઘણી બધી વાતો કહી. અખ્તરે વધુમાં કહ્યું, "લોકો તેના પરિવારને પણ તેમાં ખેંચી ગયા, પરંતુ તેણે તાલીમ ચાલુ રાખી અને દિવાળીના એક દિવસ પહેલા જ તેણે તેની ઇનિંગમાં ફટાકડા ફોડ્યા."
વિરાટ એક મહાન ક્રિકેટર
શોએબે કહ્યું, “તેણે નક્કી કર્યું કે આ સ્થાન અને આ પ્લેટફોર્મ તેના પુનરાગમન માટે યોગ્ય છે. કિંગ પાછો આવ્યો છે અને તે ધમાકો કરીને પાછો ફર્યો છે અને હું તેના માટે ખરેખર ખુશ છું. તે એક મહાન ક્રિકેટર છે."
Advertisement