Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી શિંદે અને 15 ધારાસભ્યો સામે શિવસેનાની ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી

બળવાખોર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે છતાં પણ રાજકીય વિખવાદ અટક્યો નથી અને ફરી એકવાર વિવાદ સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એકનાથ શિંદે અને તેમના 15 સમર્થકોને ગૃહમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી ફ્લોર ટેસ્ટ પર રોક લગાવાની માગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે જ્યાં સુધી આ ધારાસભ્àª
મુખ્યમંત્રી શિંદે અને 15 ધારાસભ્યો સામે શિવસેનાની ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી
બળવાખોર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે છતાં પણ રાજકીય વિખવાદ અટક્યો નથી અને ફરી એકવાર વિવાદ સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એકનાથ શિંદે અને તેમના 15 સમર્થકોને ગૃહમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી ફ્લોર ટેસ્ટ પર રોક લગાવાની માગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે જ્યાં સુધી આ ધારાસભ્યોને મળેલી ગેરલાયકાતની નોટિસો પર નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમને પ્રવેશ આપી શકાય નહીં. એટલું જ નહીં, તેમના તરફથી વિધાનસભામાં બહુમત પરીક્ષણને રોકવાની પણ માંગ કરવામાં આવી છે.
જો કે સુપ્રીમ કોર્ટે આ અરજીની હાલ સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે અને પ્રાપ્ત માહિતી મુજબ આ અરજી પર 11 જુલાઇએ સુનાવણી કરાશે તેમ કોર્ટે જણાવ્યું છે. 
શિવસેનાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સ્પીકર દ્વારા એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયકાતની નોટિસ આપવામાં આવી હતી. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલા આ લોકોએ વિધાનસભામાં પ્રવેશ ન કરવો જોઈએ. આ ઉપરાંત આ લોકોને ધારાસભ્ય તરીકે બહુમત પરીક્ષણમાં મત આપવાનો અધિકાર પણ નથી. આ જ તર્ક સાથે સુનીલ પ્રભુએ કહ્યું છે કે હાલ પૂરતું મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઉલ્લેખનીય છે કે  ગુરુવારે સાંજે જ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા છે.
બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર 2 અને 3 જુલાઈએ બોલાવવામાં આવ્યું છે. આ દરમિયાન પહેલા ગૃહના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ શિંદે સરકાર બહુમત સાબિત કરશે. સરકારની તૈયારીનું સ્તર એ વાત પરથી સમજી શકાય છે કે આજે સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક માત્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે બોલાવવામાં આવી છે અને તેમાં સ્પીકરના ઉમેદવાર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સ્પીકરની ચૂંટણી બાદ તેમની દેખરેખ હેઠળ ગૃહમાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરંતુ શિવસેના ધારાસભ્યોની ગેરલાયકાત પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેના પર સ્ટે મૂકવાની માંગ કરી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.