ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોર ગામમાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ સ્થાનિકોમાં રોગચાળાનો ભય

ગાંધીનગર માં પોર ગામ ના લોકો પાણી અને ગટર ની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે અનેક વાર રજૂઆત છતાં પરિસ્થિતિ ત્યાં ની ત્યાં આવી ની ઊભી રહી ગઈ છે એક તરફ ગટર ના પાણી રોડ પર ફરી વળતાં રસ્તા પર ગટર ના પાણી નહિ પરંતુ ગટર ના પાણી માં ક્યાંક ક્યાંક રોડ હોય તેવા દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 4 માસ થી આ સમસ્યા છે અને તંત્ર ને લેખિત માં રજૂઆત પણ કરાઈ છે ત્યારે તંત્ર ના માણસો આવે છે અનà
04:16 PM Feb 17, 2023 IST | Vipul Pandya
ગાંધીનગર માં પોર ગામ ના લોકો પાણી અને ગટર ની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે અનેક વાર રજૂઆત છતાં પરિસ્થિતિ ત્યાં ની ત્યાં આવી ની ઊભી રહી ગઈ છે એક તરફ ગટર ના પાણી રોડ પર ફરી વળતાં રસ્તા પર ગટર ના પાણી નહિ પરંતુ ગટર ના પાણી માં ક્યાંક ક્યાંક રોડ હોય તેવા દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 4 માસ થી આ સમસ્યા છે અને તંત્ર ને લેખિત માં રજૂઆત પણ કરાઈ છે ત્યારે તંત્ર ના માણસો આવે છે અને કરી દઈશું તેવું કહીને જતાં રહે છે પરંતુ કામગીરી પૂર્ણ કરવા આવ્યા નથી અને સમસ્યા ત્યાં ની ત્યાં જ ઊભી રહી ગઈ છે 
બીજી તરફ પોર ગામ માં ગટર ના પાણી ગામ માં ફરી વળ્યા સાથે સાથે પીવા ના પાણી માં ગટર ના પાણી મિક્સ થઈ ને આવે છે એટલે રોગચાળો ફેલાવવાનો ભય છે એક તરફ ઉનાળો શરૂ થઈ ગાયો છે ત્યારે રાત્રિ અને વહેલી સવાર માં ઠંડી અને દિવસ દરમિયાન બપોરે ગરમી પડી રહી હોવાથી ડબલ ઋતુ અને તેમાં પણ ગામ માં પીવા ના પાણી માં ગટર ના પાણી અને ગામમાં મચ્છર ના ઉપદ્રવ નું કારણ બન્યા છે ત્યારે તંત્ર ને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે અને તેવામાં તંત્ર ની કામગરી અને નિષ્ક્રિયતા નો ભોગ ગામલોકો બની રહ્યા છે 
ગામ ના રસ્તા માં ગટર ના પાણી નહિ પરંતુ ગટર ના પાણી માં ક્યાંક ક્યાંક રસ્તા હોય તેવા દ્રશ્યો
અનેક વાર રજૂઆત છતાં કોઈ સમસ્યાનુ નિરાકરણ નહિ આવતા ગામ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ખાસ આ વિસ્તાર પોર ગામ ગામમાં રામદાસ પરું સોસાયટી માં પીવાના પાણી માં ગટરના પાણી મિક્સ  થઈ ને આવે છે અને પાણી માં દુર્ગંધ પણ મારતી હોય લોકો પરેશાન થઈ ગયા છે ઝડપથી આ સમસ્યાનુ નિરાકરણ આવે તેવું ગામ ના લોકો ઇચ્છી રહ્યા છેઉનાળો શરૂ થયો હોવાથી ગટરના પાણી અને  ડબલ ઋતુને પગલે  મચ્છર ના ઉપદ્રવ નુ  કારણ પણ બન્યા છે જેથી ગામ માં તાવ અને વાઇરલ રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે.  4 મહિના ઉપર થી રજૂઆત કરો છતાં તંત્ર કોઈ કામગીરી કરવા ના મૂળ માં ના હોવાથી સ્થાનિકો માં રોષ જોવા મળ્યો છે.
આપણ  વાંચો- મારી પાસે જગ્યા છે તમે મને મળવા આવી શકશો બસ આટલો જ મેસેજ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
drinkEpidemicGandhinagarGujaratFirstMixPorvillagesewerWaterRoad
Next Article