Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ, ડૂબી જવાથી 11 લોકોના મોત

ગુજરાતમાં અનેક જગ્યાએ ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. રાજ્યમાં ધુળેટી નિમિત્તે અલગ-અલગ જગ્યાએ ડૂબી જવાથી 11 લોકોના મોત થયા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે ધુળેટી નિમિત્તે નદી કે તળાવમાં ડૂબી જવાથી 11 લોકોના મોત થયા હતા જેમાંથી સાત બાળકો છે. પોલીસનું કહેવું છે કે આ મૃત્યુ દેવભૂમિ દ્વારકા, ખેડા અને મહિસાગર જિલ્લામાં થયા છે. જ્યાં લોકો ધુળેટી નિમિત્તે નદી કે તળાવ
06:05 PM Mar 18, 2022 IST | Vipul Pandya

ગુજરાતમાં અનેક જગ્યાએ ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
રાજ્યમાં ધુળેટી નિમિત્તે અલગ-અલગ જગ્યાએ ડૂબી જવાથી
11 લોકોના મોત થયા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે
ધુળેટી નિમિત્તે નદી કે તળાવમાં ડૂબી જવાથી
11 લોકોના મોત થયા હતા જેમાંથી સાત બાળકો છે. પોલીસનું કહેવું છે કે આ મૃત્યુ દેવભૂમિ
દ્વારકા
, ખેડા અને મહિસાગર જિલ્લામાં થયા છે. જ્યાં લોકો ધુળેટી નિમિત્તે નદી કે તળાવમાં ન્હાવા ગયા હતા.


ધુળેટી એ રંગોનો તહેવાર છે. જે રાજ્યમાં હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. એક ખાનગી ન્યૂઝ
એજન્સી પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકામાં ધુળેટીની
ઉજવણી કરવા માટે સ્નાન કરવા ગયેલા પાંચ લોકોના ત્રિવેણી નદીમાં ડૂબી જવાથી મોત થયા
હતા. પોલીસે તેમની ઓળખ
16 વર્ષીય જીત લુહાર, 17 વર્ષીય હિમાંશુ રાઠોડ, 16 વર્ષીય ભૂપાને
બગડા
, 16 વર્ષીય ધવલ ચંદેગ્રા અને 16 વર્ષીય હિતાર્થ ગોસ્વામી તરીકે કરી છે. આ તમામ લોકો સ્થાનિક છે.


ખેડામાં ડૂબી જવાથી બે લોકોના મોત

ભાણવડ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશીએ જણાવ્યું હતું કે
ભાણવડ અને ખંભાલિયાના ફાયર બ્રિગેડના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને
બહાર કાઢ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના વસો તાલુકાના
જારોલ ગામમાં ધુળેટી નિમિત્તે ન્હાવા માટે બે યુવકો પણ પાણીમાં ગયા હતા અને તેઓના
પણ ડૂબી જવાથી મોત થયા હતા. આ બંને યુવકો જારોલ ગામ પાસે આવેલા તળાવમાં ન્હાવા ગયા
હતા
. ત્યારે ડૂબી જવાથી તેમના મોત થયા હતા. તેઓની
ઓળખ
15 વર્ષીય પ્રિતેશ સોલંકી અને 14 વર્ષીય સાગર સોલંકી તરીકે થઈ છે. બંને મૃતકો જારોલ ગામના રહેવાસી
હતા.


તો સાથે સાથે મહીસાગર જિલ્લામાં પણ ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા
હોવાની માહિતી મળી છે. વાંકબોરી ડેમ ખાતે મહિસાગર નદીમાં ડૂબી જવાથી આ લોકોના મોત
થયા હતા. આ ચારેય મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ અધિકારીના જણાવ્યા
અનુસાર
, આ લોકો ડેમ પાસે યોજાયેલા મેળામાં
હાજરી આપીને નદીમાં ન્હાવા આવ્યા હતા. આ યુવકોના ડૂબવા અંગે ત્યાંથી પસાર થતા
લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી એક
કલાકની મહેનત બાદ તરવૈયાઓની મદદથી આ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Tags :
11bathingdeathsDwarkaGujaratGujaratFirstKhedaMahisagardistricts
Next Article