Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંતને ગંભીર હાલતમાં જોઇ લોકોએ ઉઠાવ્યો ફાયદો, મદદની જગ્યાએ પૈસા લઇને ભાગ્યા

આજે સવારે દિલ્હીના રૂંડકી બોર્ડર પર ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ભયાનક માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એક એવા સમયે થયો જ્યારે અંધારું હતું. આ અકસ્માત થયા બાદ ઘણા લોકો ત્યા આવી પહોંચ્યા હતા. જેમાથી ઘણા એવા લોકો પણ છે કે જેમણે રિષભ પંતને ઉભા કરીને તેની મદદ કરી, પરંતુ આ દરમિયાન એવા લોકો પણ સામે આવ્યા જે આ સ્થિતિનો લાભ ઉઠાવવાનું વિચારી રહ્યા હતા.મદદની જગ
પંતને ગંભીર હાલતમાં જોઇ લોકોએ ઉઠાવ્યો ફાયદો  મદદની જગ્યાએ પૈસા લઇને ભાગ્યા
આજે સવારે દિલ્હીના રૂંડકી બોર્ડર પર ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ભયાનક માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એક એવા સમયે થયો જ્યારે અંધારું હતું. આ અકસ્માત થયા બાદ ઘણા લોકો ત્યા આવી પહોંચ્યા હતા. જેમાથી ઘણા એવા લોકો પણ છે કે જેમણે રિષભ પંતને ઉભા કરીને તેની મદદ કરી, પરંતુ આ દરમિયાન એવા લોકો પણ સામે આવ્યા જે આ સ્થિતિનો લાભ ઉઠાવવાનું વિચારી રહ્યા હતા.
મદદની જગ્યાએ પૈસા લઇને લોકો ભાગ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે સવારે પંત પોતાની BMWમાં બેસીને દિલ્હીથી રુડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમની કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં પણ આગ લાગી ગઈ હતી. આ જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રિષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે અને તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ રિષભ પંતની મદદ કરવાને બદલે કેટલાક લોકોએ તેના પૈસા ચોરી લીધા અને ત્યારબાદ ત્યાથી ભાગી ગયા. ઘટના અંગે પોલીસને જાણ તેઓ પહોંચ્યા હતા. વળી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Advertisement

કેવી રીતે થયો અકસ્માત?
અકસ્માતની માહિતી મળતાં જ હરિદ્વાર દેહાતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી આપતા તેમણે કહ્યું કે, ક્રિકેટર રિષભ પંતની કારને સવારે 5ઃ30-06ની વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટના બાદ તેને ઈજા થઈ છે અને તેને સારી સારવાર માટે મેક્સ દેહરાદૂન ખસેડવામાં આવ્યો છે. એસપીએ કહ્યું કે, તે ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, ત્યારબાદ આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના રુડકીના નારસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે ટર્નિંગ પોઈન્ટ પર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે : CM પુષ્કર સિંહ ધામી
કહેવામાં આવી રહ્યું છે કે પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા અને પરિવાર સાથે નવું વર્ષ વિતાવવા દિલ્હીથી રુડકી જઈ રહ્યો હતો. આ દુર્ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને રિષભ પંતની યોગ્ય સારવાર માટે તમામ સંભવ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. રિષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. એર એમ્બ્યુલન્સની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
Advertisement

પંતની ક્રિકેટ કારકિર્દી
25 વર્ષીય રિષભ પંતે ટીમ ઈન્ડિયા માટે 33 ટેસ્ટ, 30 વનડે અને 66 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. પંતે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 43.67ની સરેરાશથી 2271 રન, 34.6ની સરેરાશથી 865 રન અને 22.43ની સરેરાશથી 987 રન બનાવ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.