દિલ્હીના પ્રદુષણ માટે શાળાના બાળકોને કરાશે તૈયાર, શિક્ષણ નિયામકે આપ્યા આદેશ
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા અને બાળકોમાં ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃતિ વધારવા માટે શાળાઓમાં ઘણા કાર્યક્રમો યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે શિક્ષણ નિયામક કચેરીએ શાળાઓમાં કાર્યક્રમો યોજવા સૂચના આપી છે.જાગૃતિ લાવવા પ્રયોસોનિયામકે કહ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જને લઈને શાળા પરિસરમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવું જોઈએ. આ સાથે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસના ઉપયોગને પ્રોતà«
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા અને બાળકોમાં ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃતિ વધારવા માટે શાળાઓમાં ઘણા કાર્યક્રમો યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે શિક્ષણ નિયામક કચેરીએ શાળાઓમાં કાર્યક્રમો યોજવા સૂચના આપી છે.
જાગૃતિ લાવવા પ્રયોસો
નિયામકે કહ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જને લઈને શાળા પરિસરમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવું જોઈએ. આ સાથે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવા માટે પણ જાગૃતિ લાવવામાં આવે.
અઠવાડિયામાં એક કે બે વાર કર્મચારીઓ માટે વાહન-મુક્ત દિવસ મનાવવું અને શાળામાં ભીનું પોતુ લગાવવા પણ સુચનો સામેલ છે. શાળા સત્તાવાળાઓને જાગૃતિ લાવવા માટે પેનલ ચર્ચાઓ, ચિત્ર સ્પર્ધાઓ, પ્રશ્નોત્તરી, ચર્ચાઓ અને સ્કીટનું આયોજન કરવા પણ સુચનો આપવામાં આવ્યો છે.
શિક્ષણ નિયામકનું સુચન
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર, નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની સૂચના પર આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને તેને અટકાવવા માટે ઘણા NGO કામ કરી રહી છે. દિલ્હી સરકાર પણ સમયાંતરે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં લોકોને જાગૃત કરવામાં આવે છે. હવે શિક્ષણ નિયામકે શાળાઓને સૂચના આપી છે.
આ પણ વાંચો - કોરોના પર કોહરામ, આરોગ્ય મંત્રીએ રાહુલ ગાંધીને યાત્રા મોકૂફ રાખવા આપી સલાહ તો કોંગ્રેસે વળતો ઘા કર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement