ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓડદરથી છાયા સુધી સાવજનું સામ્રાજ્ય

પોરબંદરના સીમાડે માંગરોળનાં ચાર વર્ષનાં  સિંહે   એક પછી એક ગૌવંશનાં મારણ કરતાં પશુ માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બે દિવસ પૂર્વે ઓડદરમાં ગૌશાળામાં પણ એક નંદીનું મારણ કર્યુ હતું.  ત્યારબાદ ગત મઘ્યરાત્રિએ સિંહે રતનપરમાં આખલાનું મારણ કર્યુ છે. પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધરમપુરનાં સીમાડે  સિંહેની લટાર જોવા મળી હતી. વન વિભાગ દ્વારા સહનાં લોકેશન પંજાના નિશાન સહિતની કામ
05:13 PM Jan 16, 2023 IST | Vipul Pandya
પોરબંદરના સીમાડે માંગરોળનાં ચાર વર્ષનાં  સિંહે   એક પછી એક ગૌવંશનાં મારણ કરતાં પશુ માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બે દિવસ પૂર્વે ઓડદરમાં ગૌશાળામાં પણ એક નંદીનું મારણ કર્યુ હતું.  ત્યારબાદ ગત મઘ્યરાત્રિએ સિંહે રતનપરમાં આખલાનું મારણ કર્યુ છે. પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધરમપુરનાં સીમાડે  સિંહેની લટાર જોવા મળી હતી. વન વિભાગ દ્વારા સહનાં લોકેશન પંજાના નિશાન સહિતની કામગીરી હાથ ધરી છે.
 
સિંહે એક પછી એક પશુની મારણની સંખ્યામાં વધારો આવી રહ્યો છે
પોરબંદરનાં આંગણે માંગરોળ  કોસ્ટલ વિસ્તારનાં ચાર વર્ષીય  સિંહે  ધામા નાંખ્યા છે. ડાલા મથ્થાના ધામાથી પશુ માલિકો અને સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. છેલ્લા અઢી માસથી પોરબંદર - રતનપર - ઓડદર - માધવપુર - માંગરોળ કોસ્ટલ વિસ્તારમાં સતત લટાર જોવા મળી રહી છે. માંગરોળનાં આ ચાર વર્ષનાં  સિંહેને પોરબંદરનો સીમાડો ફાવી ગયો છે. જેથી  સિંહે એક પછી એક પશુની મારણની સંખ્યામાં વધારો આવી રહ્યો છે. બે દિવસ પૂર્વે ઓડદરમાં ગૌવંશનાં મારણ કર્યા બાદ આ  સિંહ ફરી ઓડદર ગૌશાળામાં ઘુસી નંદીનું મારણ કર્યુ હતું. ત્યારબાદ ગતરાત્રિનાં રતનપર ગામ નજીક એક નંદીનું પણ મારણ કર્યુ હતું. તો પોરબંદર પોલીસ સ્ટાફ જયારે ધરમપુર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સહને પોલીસે નજરે જોયો હતો અને પોલીસે પોરબંદર વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા  સિંહના લોકેશન અને પંજાનાં નિશાન મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ઓડદર - રતનપર તેમજ આસપાસનાં વિસ્તારમાં ગૌવંશના મારણથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સિંહે ક્યા- ક્યા વિસ્તારોમાં કર્યા મારણ?
પોરબંદરનાં આંગણે સહ એક પછી એક પશુઓનાં મારણ કરી રહ્યો છે. ત્યારે  સિંહે  અત્યાર સુધીમાં કયાં કયાં વિસ્તારોમાં મારણ કર્યા છે તેના ઉપર પ્રાથમિક નજર કરીએ તો ગત સપ્તાહમાં ઓડદર ગૌશાળામાં ઘુસી ૬ ગૌવંશનાં મારણ તેમજ અન્ય બે થી ત્રણ ગૌવંશને ઇજાઓ પહોંચાડી હતી અને રતનપર ગામમાં સિંહે લટાર મારતાં સામે આવતા આખલાને પણ ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇન્દીરાનગર પાછળનાં વિસ્તારમાં વધુ ૬ ગૌવંશનાં મારણ કર્યા હતાં. તેજ સ્થળો ઉપર અન્ય ત્રણ ગૌવંશને ઇજાગ્રસ્ત કરી હતી. બે દિવસ પૂર્વે ઓડદરમાં બે થી ત્રણ ગૌવંશનાં મારણ કર્યા હતાં તેવી પણ ચર્ચા જોવા મળી હતી. ત્યારબાદ ઓડદર ગૌશાળામાં નંદીનું મારણ કર્યુ હતું. તો ગતરાત્રિનાં રતનપર નજીકનાં વિસ્તારમાં આખલાનું મારણ કર્યુ હતું. સિંહે અન્ય વિસ્તારોમાં પણ મારણ કર્યા છે. છેલ્લા અઢી માસથી માંગરોળનાં સહને પોરબંદરનો કોસ્ટલ વિસ્તાર તેને માફક બની રહ્યો છે.  
 
આપણ  વાંચો- ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે માછીમારોનું કર્યું દિલધડક રેસ્ક્યૂ, 7 માછીમારોને બચાવ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
cowGujaratFirstkilledLionPorbandar
Next Article