Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાવજ ફરી છાયામાં : 6 ગૌવંશના મારણ,અન્ય ગૌવંશ ઈજાગ્રસ્ત

પોરબંદરના આંગણે જંગલના રાજા સિંહની લટાર સતત વધી રહી છે. રાત્રીના સમયે ગૌવંશના મારણમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ ઓડદર ગૌશાળામાં 6 ગૌવંશના મારણ અને અન્ય ગૌવંશ ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ બુધવારે રાત્રીના ઇન્દિરાનગર પાછળના વિસ્તારમાં  સિંહે 6 ગૌવંશના મારણ કર્યા છે અને અન્ય બેથી ત્રણ ગૌવંશ ઇજાગ્રસ્ત બની છે. છાંયા-રતનપર-ઓડદર વિસ્તારમાં સતત ગૌવંશના મારણથી સ્થાનીકો, ખેડૂતો અન
સાવજ ફરી છાયામાં   6 ગૌવંશના મારણ અન્ય ગૌવંશ ઈજાગ્રસ્ત
પોરબંદરના આંગણે જંગલના રાજા સિંહની લટાર સતત વધી રહી છે. રાત્રીના સમયે ગૌવંશના મારણમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ ઓડદર ગૌશાળામાં 6 ગૌવંશના મારણ અને અન્ય ગૌવંશ ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ બુધવારે રાત્રીના ઇન્દિરાનગર પાછળના વિસ્તારમાં  સિંહે 6 ગૌવંશના મારણ કર્યા છે અને અન્ય બેથી ત્રણ ગૌવંશ ઇજાગ્રસ્ત બની છે. છાંયા-રતનપર-ઓડદર વિસ્તારમાં સતત ગૌવંશના મારણથી સ્થાનીકો, ખેડૂતો અને પશુમાલીકો ભયભીત બન્યા છે.
 
માંગરોળમાં 4 વર્ષના સિંહની છેલ્લા બે માસથી પોરબંદર કોસ્ટલ વિસ્તારમાં સતત અવર-જવર જોવા મળી રહી છે. રાત્રીના સમયે ગૌવંશના મારણથી સ્થનીકો અને પશુમાલીકોમાં ભય જોવા મળી રહ્યો છે. જંગલના રાજા  સિંહને પોરબંદરનો સિમાડો ફાવી ગયો છે. આ સિંહે માંગરોળ કોસ્ટલથી પોરબંદર-છાંયા સુધીની અવર જવર જોવા મળી રહી છે. તાજેતરમાં જ ઓડદર ગૌશાળામાં ૬ ગૌવંશના મારણ કર્યા હતા તેમજ ગૌવંશ ઇજાગ્રસ્ત થઇ હતી. ત્યારબાદ રતનપર ગામમાં રાત્રીના સહના આટાફેરા જોવા મળ્યા હતા. રતનપર ગામમાં  સિંહે ના આટાફેરા સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યાં પણ આખલાને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ હવે રાત્રીના ઇન્દિરાનગર પાછળના વિસ્તારમાં  સિંહે   રાત્રીના ૬ ગૌવંશના મારણ કર્યા છે. જેમાં માલીકીની અને બિનમાલીકીની ગાયોનો સમાવેશ થાય છે તેવી ચર્ચા સ્થાનીકોમાં જોવા મળી હતી. પશુ માલીકો અને સ્થાનીકો આ સહને પોરબંદરની બહાર ખસેડવાની માગ કરે છે તો કેટલાક બુદ્ધિજીવી લોકો આ  સિંહે ને પોરબંદર કોસ્ટલ વિસ્તારમાં જ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. તો ક્યાંક એવી પણ ચર્ચા થઇ રહી છે કે  સિંહે પોતાના મુળ વિસ્તારમાં પરત ફરી રહ્યાં છે.  સિંહની વસ્તી વધતા ગિરનો જંગલ વિસ્તાર  સિંહ  માટે ટુંકો થઇ રહ્યો છે. માંગરોળના કોસ્ટલ વિસ્તારમાં  સિંહપરિવાર ઘણા સમયથી વસવાટ કરે છે જેમાંનો આ ૪ વર્ષિય સહને હવે પોરબંદરનો સીમાડો આવી ગયો છે. જેના લીધે તેની અવર જવર સતત વધી રહી છે. બુધવારે રાત્રીના ઇન્દિરાનગરના પાછળના ભાગે સહે ગૌવંશના મારણ કરતા સ્થાનીકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

છેલા બે માસથી 4 વર્ષના સિંહે પોરબંદરના રતનપર કોસ્ટલ વિસ્તારમાં પડાવ
જંગલનો રાજા સિંહ માંગરોળ કોસ્ટલ વિસ્તારમાંથી પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાં આવી પહોંચ્યો છે છેલા બે માસથી રતનપર - ઓડદર વિસ્તારમાં પડાવ નાખ્યો છે તાજેતરમાં ઓડદર ગૌશાળામાં 6 ગૌવંશના મારણ મારણ કર્યા હતા, ત્યારબાદ વધુ એક વખત સિંહે ગૌવંશના મારણ કર્યાં છે પોરબંદરના ઇન્દિરા નગર પાછળ વિસ્તારમાં સિંહે ગત રાત્રીના 6 ગૌવંશના મારણ કર્યા હતા,અન્ય ગૌવંશ ઈજાગ્રસ્ત થયા છે,જંગલના રાજા સિંહને પોરબંદરનો સીમડો ફાવી ગયો છે પરંતુ સિંહના આંટાફેરાથી પશુમાલિકો અને સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.