Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાનિયા મિર્ઝાની IPLમાં એન્ટ્રી, RCBને ચેમ્પિયન બનાવવાની જવાબદારી મળી

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસને અલવિદા કહેવાની છે. તેણે ભૂતકાળમાં જ આની જાહેરાત કરી હતી. 6 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયાએ તેની કારકિર્દીમાં દરેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે  હવે  તે IPLમાં વ્યસ્ત થઈ જશે. તેને આઈપીએલમાં એન્ટ્રી મળી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સાથે જોડાઈ ગઈ છે.RCBએ તેને ટીમને ચેમ્પિયન બનાવવાની જવાબદારી સોંપી છે. બુધવારે સાનિયાને આરસીબીની મ
11:36 AM Feb 15, 2023 IST | Vipul Pandya

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસને અલવિદા કહેવાની છે. તેણે ભૂતકાળમાં જ આની જાહેરાત કરી હતી. 6 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયાએ તેની કારકિર્દીમાં દરેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે  હવે  તે IPLમાં વ્યસ્ત થઈ જશે. તેને આઈપીએલમાં એન્ટ્રી મળી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સાથે જોડાઈ ગઈ છે.RCBએ તેને ટીમને ચેમ્પિયન બનાવવાની જવાબદારી સોંપી છે. બુધવારે સાનિયાને આરસીબીની મહિલા ટીમની મેન્ટર બનાવવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર સાનિયાને મહિલા ટીમની મેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી.


રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે કંપનીએ 901 કરોડની બોલી લગાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ખરીદી છે

રૉયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ ટીમે ખરીદેલા ખેલાડીઓ
બેટર : સ્મૃતિ મંધાના(3 કરોડ 40 લાખ), સોફી ડિવાઈન(50 લાખ), રિચા ઘોષ (1 કરોડ 90 લાખ), દિશા કશોટ(10 લાખ), ઈન્દ્રાણી રોય (10 લાખ),
બોલર :રેણુકા સિંહ(1 કરોડ 50 લાખ)
ઓલરાઉન્ડર : એલિસ પેરી(1 કરોડ 70 લાખ), એરિન બર્ન્સ(30 લાખ), કનિકા અહુઝા(35 લાખ), એરિન બન્સ(30 લાખ), આશા શોબાના(10 લાખ), શ્રેયંકા પાટીલ(10 લાખ), હીદર કનાઈટ (40 લાખ), ડેન વેન નિકર્ક (30 લાખ), પ્રીતિ બોસ (30 લાખ), કોમલ જાંજડ (25 લાખ)
સાનિયાને ક્રિકેટ પણ પસંદ છે
સાનિયા મિર્ઝાની મેન્ટર તરીકે નિમણૂક પર, રાજેશ વી મેનન, હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જણાવ્યું હતું કે અમે સાનિયા મિર્ઝાનું RCB મહિલા ટીમના મેન્ટર તરીકે સ્વાગત કરતાં આનંદિત અને સન્માનિત છીએ. તે તેની રમતગમતની કારકિર્દીમાં અનેક પડકારો હોવા છતાં તેની સખત મહેનત, જુસ્સો અને નિશ્ચયથી મળેલી સફળતા સાથે એક આદર્શ રોલ મોડેલ છે.”સાનિયાને ક્રિકેટ પસંદ છે અને તે ઘણીવાર ક્રિકેટના સ્થળો પર જોવા મળે છે.WPLની પ્રથમ સિઝન 4 માર્ચથી શરૂ થશે અને ટૂર્નામેન્ટની તમામ મેચો મુંબઈના બે મેદાનમાં રમાશે. ફાઈનલ મેચ 26 માર્ચે યોજાશે.
આપણ  વાંચો- ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક રેકોર્ડ, પ્રથમ વખત રચ્યો ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstIPL2023RCBRoyalChallengersBangaloreSaniaMirzaWomenPremierLeagueWPL
Next Article