Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WPL 2024 Final: RCB એ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું, WPL 2024 માં દિલધડક RCB ની જીત

WPL 2024 Final: આજરોજ દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે શાનદાર WPL 2024 ની ફાઈનલ મેચ યોજાઈ હતી. જોકે ગત WPL 2023 માં દિલ્હી કેપિટલ્સ ફાઈનલમાં આવીને પણ હારનો સામનો કર્યો હતો. તો RCB પ્રથમ વખત ફાઈનલ મેચમાં સ્થાન મેળવ્યું...
wpl 2024 final  rcb એ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું  wpl 2024 માં દિલધડક rcb ની જીત

WPL 2024 Final: આજરોજ દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે શાનદાર WPL 2024 ની ફાઈનલ મેચ યોજાઈ હતી. જોકે ગત WPL 2023 માં દિલ્હી કેપિટલ્સ ફાઈનલમાં આવીને પણ હારનો સામનો કર્યો હતો. તો RCB પ્રથમ વખત ફાઈનલ મેચમાં સ્થાન મેળવ્યું છે.

Advertisement

ત્યારે દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતનીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સ 6 ઓવર એક પણ વિકેટ ગુમાવ્યા વગર 61 રન કર્યા હતા. ત્યારે મેગ લેનિંગના 17 અને શેફાલી 42 રન પર બેટિંગ કરી રહી હતી. પરંતુ એક જ ઓવરમાં દિલ્હી કેપિટલ્સને RCB દ્વારા એક સાથે 3 ઝડકા આપવામાં આવ્યા હતા.

Advertisement

RCB ની બોલર મોલીનેક્સે 8મી ઓવરમાં એક પછી એક 3 વિકેટ દિલ્હી કેપિટલ્સની મેળવી હતી. આ ક્ષણ બાદ RCB એ મેચને બોલિંગ દરમિયાન જ એક તરફી કરી દીધી હતી. ફાઈનલ મેચમાં શ્રેયંકા પાટીલ અને મોલિનેક્સની શાનદાર બોલિંગના કારણે દિલ્હીનો દાવ 18.3 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારે RCB ને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

મેચમાં RCBને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટાર્ગેટ RCB એ 2 વિકેટ ગુમાવીને માત્ર 19.3 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. ટીમ માટે એલિસ પેરીએ અણનમ 35, સોફી ડિવાઈને 32 રન અને સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા. જ્યારે શિખા પાંડે અને મીનુ મણીએ 1-1 વિકેટ લીધી હતી.

Advertisement

મેચમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. પરંતુ અહીંથી સ્પિનર ​​સોફી મોલિનેક્સે તબાહી મચાવી દીધી અને પ્રથમ 4 બોલમાં 3 વિકેટ લઈને RCBની વાપસી થઈ હતી. શેફાલી (44) બાઉન્ડ્રી પર કેચ આઉટ થઈ ગઈ હતી. આ પછી જેમિમાહ રોડ્રિગ્ઝ અને એલિસ કેપ્સી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. સોફીએ બંનેને ક્લીન બોલ્ડ કર્યા હતા.

Delhi Capitals ને ચોથો ફટકો 74ના સ્કોર પર લાગ્યો હતો. શ્રેયંકા પાટીલે કેપ્ટન મેગ લેનિંગ (23) ને LBW કરીને આઉટ કરી હતી. આ પછી આશાએ એક જ ઓવરમાં મારીજેન કેપ (8) અને જેસ જોનાસન (3)ને શિકાર બનાવ્યા હતા. આ સતત આંચકાઓ બાદ દિલ્હીની ટીમ રિકવર કરી શકી ન હતી અને 113 રન પર પડી ગઈ હતી.

આ પણ વાંચો:  WPL FINAL : RCB અને DC પાસે ફાઇનલમાં ખિતાબ જીતી ઇતિહાસ રચવાની તક

આ પણ વાંચો: Gujarat Titans : ગુજરાત ટાઇટન્સના કેપ્ટનની સત્તાવાર રીતે જાહેરાત, ટીમ સામે છે આ મોટો પડકાર!

આ પણ વાંચો: ICC નો નવો નિયમ T20 વર્લ્ડ કપને બનાવશે વધુ રોમાંચક

Tags :
Advertisement

.