રોહિત શર્માનું બેટ એકવાર ફરી રહ્યું શાંત, છતા બનાવી આ સ્પેશિયલ Half Century
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું ખરાબ ફોર્મ ચાલુ છે. આજે એટલે કે 6 નવેમ્બરે, સેમીફાઇનલમાં પ્રવેશતા પહેલા ભારતે તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમી છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સારી શરૂઆત આપવાના પ્રયત્નમાં કેપ્ટન રોહિત શર્મા મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં, અને માત્ર 15 રનના વ્યક્તિગત સ્કોર પર તે આઉટ થઇ à
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું ખરાબ ફોર્મ ચાલુ છે. આજે એટલે કે 6 નવેમ્બરે, સેમીફાઇનલમાં પ્રવેશતા પહેલા ભારતે તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમી છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સારી શરૂઆત આપવાના પ્રયત્નમાં કેપ્ટન રોહિત શર્મા મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં, અને માત્ર 15 રનના વ્યક્તિગત સ્કોર પર તે આઉટ થઇ ગયો હતો. જેના પછી તેને સોશિયલ મીડિયા પર ચાહકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આ મેચ રમવાની સાથે જ રોહિત શર્માએ એક સ્પેશિયલ અડધી સદી ફટકારી છે.
50મી T20 ઈન્ટરનેશનલ મેચ
તમે વિચારતા હશો કે જો તેણે ઝિમ્બાબ્વેની સામે માત્ર 15 રન જ બનાવ્યા હોય તો કેવી રીતે અડધી ફટકારી હોઇ શકે. અહીં અમે તમને જણાવી દઇએ કે, રોહિત ભલે બેટ્સમેન તરીકે નિષ્ફળ ગયો હોય પરંતુ તેણે કેપ્ટન તરીકે ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં પ્રવેશતા જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીના ખાસ ક્લબમાં જોડાયો છે. કેપ્ટન તરીકે આ તેની 50મી T20 ઈન્ટરનેશનલ મેચ છે.
Advertisement
A Special Half-century! 👍 👍
Congratulations to @ImRo45 on his 5⃣0⃣th T20I game as #TeamIndia Captain! 👏 👏
Follow the match 👉 https://t.co/shiBY8Kmge #T20WorldCup | #INDvZIM pic.twitter.com/6JfkMV99HU
— BCCI (@BCCI) November 6, 2022
T20 વર્લ્ડ કપ 2022 એક ખરાબ સપના બરાબર
બેટિંગના મામલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે T20 વર્લ્ડ કપ 2022 એક ખરાબ સપના બરાબર છે. ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા હિટમેન 5 મેચમાં માત્ર નેધરલેન્ડ સામે રમાયેલી અડધી સદી ફટકારી શક્યો છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ પણ ચર્ચાનો વિષય રહ્યો હતો. ટીમના બાકીના ખેલાડીઓના પ્રદર્શનના કારણે ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ હજુ પણ કેપ્ટનનું બેટ શાંત રહેવું એક મોટી સમસ્યા બની રહી છે.
સતત ફ્લોપ રહેવાથી ટીમ પર દબાણ
આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્માના આંકડાઓ પર નજર કરીએ તો, તેણે 4 (પાકિસ્તાન), 53 (નેધરલેન્ડ), 15 (દક્ષિણ આફ્રિકા), 2 (બાંગ્લાદેશ), 15 (ઝિમ્બાબ્વે) બનાવ્યા છે. ઉપલા ક્રમમાં તેના ફ્લોપથી આખી ટીમ પર દબાણની સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં, ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ સામે પણ તેનું બેટ કામ નહોતું કર્યા પછી, સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકોનું માનવું છે કે જો રોહિત આ રીતે જ રમવાનું ચાલુ રાખશે તો ભારતને વર્લ્ડ કપ જીતમાં મોટી સમસ્યાઓ આવી શકે છે.
ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ:
રોહિત શર્મા પહેલા માત્ર ધોની અને વિરાટ જ આટલી મેચોમાં ટીમની કમાન સંભાળી શક્યા છે. ધોનીએ સૌથી વધુ 72 મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે, જ્યારે રોહિત અને વિરાટ બંનેએ 50-50 મેચોમાં કેપ્ટનશિપ કરી છે. જો કેપ્ટન તરીકે ત્રણેય ખેલાડીઓની હાર અને જીતના આંકડાઓ પર નજર કરીએ તો ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 41 મેચ જીતી છે અને રોહિતના નેતૃત્વમાં 38 મેચ જીતી છે. વળી, વિરાટની કેપ્ટન્સીમાં ટીમને 30 જીત મળી છે. જોકે, જીતની ટકાવારીની દૃષ્ટિએ રોહિત 77.55ની જીતની ટકાવારી સાથે સૌથી સફળ કેપ્ટન છે. જ્યારે આ મામલામાં વિરાટ 64.58ની જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે.
મહેન્દ્ર સિંહ ધોની: 72
વિરાટ કોહલી: 50
રોહિત શર્મા: 50*
ઋષભ પંત : 5
શિખર ધવન : 3
ઝિમ્બાબ્વેેમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે એડિલેડમાં રમશે
જણાવી દઈએ કે, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે અને હવે તેને ગ્રુપ 2મા ટોચ પર રહેવા માટે ઝિમ્બાબ્વે સામે જીત નોંધાવવી પડશે. વળી, પાકિસ્તાન ભારતના ગ્રુપમાં બીજી ટીમ છે જેણે નોકઆઉટ તબક્કામાં જગ્યા બનાવી છે. જો ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને હરાવશે તો તેનો મુકાબલો સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે થશે, જે 10 નવેમ્બરે એડિલેડમાં રમાશે.