Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જનતા પર મોંઘવારીનો માર, પાંચ દિવસમાં ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

જે ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસોથી થઇ રહી હતી આખરે તે થવા જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો ઝીંકાઇ રહ્યો છે. જે સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. વળી આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ શનિવારે છેલ્લા પાંચ દિવસમાં ચોથી વખત ઈંધણના ભાવમાં 0.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 0.80 રૂપિયા પ્àª
02:52 AM Mar 26, 2022 IST | Vipul Pandya
જે ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસોથી થઇ રહી હતી આખરે તે થવા જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો ઝીંકાઇ રહ્યો છે. જે સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. વળી આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. 
ઓઈલ કંપનીઓએ શનિવારે છેલ્લા પાંચ દિવસમાં ચોથી વખત ઈંધણના ભાવમાં 0.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 0.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યા બાદ આજે તે અનુક્રમે 98.61 રૂપિયા પ્રતિ લીટર અને 89.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ  પ્રતિ લીટર રૂ.113.35  અને રૂ.97.55 હતો જેમાં આજે અનુક્રમે રૂ.84 અને રૂ.0.85ના વધારો થયો છે. મેટ્રો શહેરોમાં મુંબઈમાં ઈંધણના ભાવ સૌથી વધુ છે. સામાન્ય લોકો આ ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે અને કહી રહ્યા  છે કે, જનતા પર એકવાર ફરી મોંઘવારીનો માર, ત્યારે હવે શું કરી રહી છે સરકાર. ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને કારણે સાડા ચાર મહિનાના લાંબા અંતરને પૂર્ણ કરીને, 22 માર્ચે દૈનિક ઇંધણ દરમાં સુધારો શરૂ થયો. જૂન 2017માં દૈનિક ભાવમાં સુધારો શરૂ થયો ત્યારથી એક જ દિવસમાં આ વધારો સૌથી વધુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચાર દિવસથી 3.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

રેકોર્ડ 137 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, 23 માર્ચે પણ તેમની કિંમતોમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. 24 માર્ચે કિંમતો સ્થિર રાખવામાં આવી હતી, ત્યારબાદ 25 માર્ચે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા 4 નવેમ્બર, 2021થી પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો સ્થિર રહી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત વધીને 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી.
Tags :
crudeoildieselexpensiveGujaratFirstincreasedpetrolpetrol-dieselpricehike
Next Article