Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં રિલાયન્સે શરૂ કરી દેશની સૌ પ્રથમ JIO TRUE 5G સર્વિસ, જાણો શું આવશે પરિવર્તન

દેશમાં જીઓની પહેલી 5G સર્વિસ ગુજરાતમાં શરૂ થઇ છે. આમ રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત જિયો TRUE 5G મેળવનાર ભારતનું પ્રથમ સ્ટેટ બન્યું છે. આજથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5G સર્વિસની શરૂઆત થઈ છે. 'Jio વેલકમ ઑફર' માં યુઝર્સ 1Gbps+ સ્પીડનો અનલિમિટેડ 5G ડેટા મેળવી શકશે. Jio હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં TRUE 5G-સંચાલિત સીરીઝથી શરુઆત કરશે.ગમે તેવી મોટી ફાઇલ પણ પળવારમાં થઇ જશે ડાઉનલોડ રિલાયન્à
ગુજરાતમાં રિલાયન્સે શરૂ કરી દેશની સૌ પ્રથમ jio true 5g સર્વિસ  જાણો શું આવશે પરિવર્તન
દેશમાં જીઓની પહેલી 5G સર્વિસ ગુજરાતમાં શરૂ થઇ છે. આમ રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત જિયો TRUE 5G મેળવનાર ભારતનું પ્રથમ સ્ટેટ બન્યું છે. આજથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5G સર્વિસની શરૂઆત થઈ છે. 'Jio વેલકમ ઑફર' માં યુઝર્સ 1Gbps+ સ્પીડનો અનલિમિટેડ 5G ડેટા મેળવી શકશે. Jio હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં TRUE 5G-સંચાલિત સીરીઝથી શરુઆત કરશે.
ગમે તેવી મોટી ફાઇલ પણ પળવારમાં થઇ જશે ડાઉનલોડ 
રિલાયન્સ માટે ગુજરાત વિશેષ સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે, રાજ્યના 33 જિલ્લા મથકો 100% Jio True 5G કવરેજ ધરાવશે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણા બધા ફેરફાર દેખાશે અને અલગ જ દુનિયાનો અનુભવ થશે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમેધીમે થાય છે એ વધારે ઝડપથી થશે.માણસોના વિચારો કરતાં પણ 5G નું નેટવર્ક તેજ રહેશે. હાલ એવું છે કે કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તો પણ કહેવું પડે કે બહુ વાર લાગશે, ફાઈલ મોટી છે,પણ 5G માં એવું નહીં થાય.ગમે તેવી મોટી ફાઈલ હશે તોપણ પળવારમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે.
5G આવશે તો શું શું બદલાઈ જશે?
ઘણા લોકો એમ કહે છે કે તેનો ઉપયોગ ફક્ત મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટરમાં થશે. પરંતુ એવું નથી. 5G ટેક્નોલોજી ઇન્ટરનેટની 3G અને 4G ટેકનોલોજી કરતાં પણ વધારે સ્માર્ટ હશે. 5G નો હેતુ ફક્ત ઇન્ટરનેટને સ્માર્ટફોનથી કનેક્ટ કરવાનો જ નથી.પરંતુ તે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાથે પણ કનેક્ટ કરવાનો છે. IOT એટલે સ્માર્ટ ગેજેટ્સ જેવાં કે ફ્રીઝ, ટીવી, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, એસી વગેરે. અત્યારે દુનિયાભરની સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ 5G જ છે. ભારતમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે 5Gનો ઉપયોગ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.