Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBIના ગવર્નર શક્તિકાંત દાસની રાજ્યોને પેટ્રોલ ડીઝલ પર VAT ઘટાડવાની અપીલ

RBI ગવર્નર શક્તિકાંત દાસે રાજ્યોને પેટ્રોલ ડીઝલ પર VAT (વેલ્યુ એડેડ ટેક્સ) ઘટાડવાની અપીલ કરી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે જો રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે તો તે મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે.તાજેતરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ માત્ર 6 રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર, રાજà
rbiના ગવર્નર શક્તિકાંત દાસની રાજ્યોને પેટ્રોલ ડીઝલ પર vat ઘટાડવાની અપીલ
RBI ગવર્નર શક્તિકાંત દાસે રાજ્યોને પેટ્રોલ ડીઝલ પર VAT (વેલ્યુ એડેડ ટેક્સ) ઘટાડવાની અપીલ કરી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે જો રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે તો તે મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ માત્ર 6 રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. પરંતુ દેશના મોટાભાગના રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી, ત્યારબાદ આરબીઆઈ ગવર્નરને વેટ ઘટાડવાનું કહેવું પડ્યું છે.
મોંઘવારી RBI માટે સૌથી મોટો માથાનો દુખાવો બની રહી છે. મોંઘવારી એક માત્ર કારણ છે, જેના કારણે આરબીઆઈને એક મહિનામાં બે વખત રેપો રેટ વધારવાની ફરજ પડી છે. માત્ર એક મહિનાની અંદર, આરબીઆઈએ બે તબક્કામાં રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટ્સ 4 ટકાથી વધારીને 4.90 ટકા કર્યો. પરિણામે લોન મોંઘી બની રહી છે. સામાન્ય લોકો પહેલાથી જ મોંઘવારીથી પરેશાન હતા, હવે મોંઘી EMIથી  તેમના ઘરનું બજેટ બગડી ગયું છે. 
 વધતી મોંઘવારી અંગે આરબીઆઈની સલાહ પછી જ, મોદી સરકારે 21 મે 2022 ના રોજ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો. મોદી સરકારના આ નિર્ણય બાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કર્યો છે. જોકે મોટાભાગના રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસને કહેવાની ફરજ પડી છે કે જો રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે તો તેનાથી મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે.
દેશની સૌથી મોટી SBIએ એક રિપોર્ટમાં કહ્યું છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી હતી ત્યારે પેટ્રોલ ડીઝલ પર વેટ કલેક્શનથી રાજ્યોને 49,229 કરોડ રૂપિયાનો વધારાનો નફો થયો હતો. અને એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે તેમને 15,021 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે. એટલે કે, રાજ્યો પાસે હજુ પણ વેટમાંથી મળેલી રૂ. 34,208 કરોડની વધારાની આવક છોડવાની તક છે. મહારાષ્ટ્ર , ગુજરાત અને તેલંગાણાને સૌથી વધુ ફાયદો થયો છે. 
ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા શહેરી વિસ્તારોમાં ઘરો પર કરવામાં આવેલા સર્વે અનુસાર, 21 મે, 2022 ના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા પછી, લોકોએ મોંઘવારી ઘટવાની અપેક્ષા રાખી છે. આવી સ્થિતિમાં જો રાજ્યો વેટ ઘટાડશે તો મોંઘવારી દરમાં વધુ ઘટાડો થશે, જેનાથી લોન મોંઘી થવાનું જોખમ ટળશે અને લોકોને મોંઘા EMIનો સામનો કરવો પડશે નહીં.
Advertisement
Tags :
Advertisement

.