Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેન્જ આઈજીપીએ વેપારીઓ, ઉધોગકારો સાથે લોકસવાંદ કર્યો, ડ્રગ્ઝના દુષણ સહિત આ મુદ્દે થઈ ચર્ચા

ગાંધીધામ ખાતે કચ્છ, બનાસકાંઠા અને પાટણના બોર્ડર રેન્જ આઈજીપી જે. આર મોથાલિયાએ આજે વાર્ષિક ઈન્સપેકશન અનુસંધાને ચેમ્બરમાં વેપારીઓ ઉધોગકારો સાથે લોકસવાંદ યોજયો હતો જેમાં ગાંધીધામ શહેરમાં સગીરવયની યુવતીઓ યુવાનો ડ્રગ એડીકટ બની રહયાના ગાંભીર મુદાઓ ઉપરાંત ટ્રાફિક અને ચોરીના ફરિયાદોના મુદે  લોકોએ રજુઆત કરી હતી. પોલીસે પ્રજાનો મિત્ર બની રહેવાના કોલ સાથે રજુ થયેલ તમામ મુદે અસરકારક
રેન્જ આઈજીપીએ વેપારીઓ  ઉધોગકારો સાથે લોકસવાંદ કર્યો  ડ્રગ્ઝના દુષણ સહિત આ મુદ્દે થઈ ચર્ચા
ગાંધીધામ ખાતે કચ્છ, બનાસકાંઠા અને પાટણના બોર્ડર રેન્જ આઈજીપી જે. આર મોથાલિયાએ આજે વાર્ષિક ઈન્સપેકશન અનુસંધાને ચેમ્બરમાં વેપારીઓ ઉધોગકારો સાથે લોકસવાંદ યોજયો હતો જેમાં ગાંધીધામ શહેરમાં સગીરવયની યુવતીઓ યુવાનો ડ્રગ એડીકટ બની રહયાના ગાંભીર મુદાઓ ઉપરાંત ટ્રાફિક અને ચોરીના ફરિયાદોના મુદે  લોકોએ રજુઆત કરી હતી. પોલીસે પ્રજાનો મિત્ર બની રહેવાના કોલ સાથે રજુ થયેલ તમામ મુદે અસરકારક પગલા ભરાશે તેવી ખાતરી આપી હતી. 
ડ્રગ્ઝ અને ચોરીના મુદ્દે રજુઆત
પુર્વ કચ્છ પોલીસ વિભાગના વાર્ષિક ઈન્કપેકશન માટે બોર્ડર રેન્જ આઈજીપી જે. આર મોથલિયાએ ગાંધીધામ પહોંચ્યા છે. આજે શુક્રવારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં વેપારીઓ ઉઘોગકારો સાથે સંવાદ યોજાયો હતો. આા બેઠકમાં રાજભા ગઢવી નામના આગેવાનો શહેરમાં  ચોકકસ જગ્યાઓ પર ડ્રગ એડીકશનનો મુદો રજુ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે શેહરમાં નશાનો ઉપયોગ વધ્યો છે. સગીર વયની યુવતીઓ યુવાનોનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને  યુવતીઓ  નશો કરનારા  લોકો બગાડી રહયા છે. ગુડઝ લોકલ ટ્રાન્સપોર્ટના  દશરથસિંહ શેખાવતે ટ્રાન્સપોર્ટ સમયે ચોરી થતી હોવાની રજુઆત કરી હતી. 
ટ્રાફિક પ્રશ્નનો મુદ્દો
ખાસ કરીને શહેરમાં અને હાઈવે પર ટ્રાફિકનો મહત્વનો મુદો રજુ થયો હતો. યુવા ઉઘોગપતિ દિપક પારેખ.  અંકિત મોદી,  વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાની, ઉમેશ ઠકકરે ટ્રાફિકના મુદે વિવિધ સમસ્યા રજુ કરી હતી.  લાલજી દેવરિયાએ કાળાની કલર કાંચ વાળી અને નંબર પ્લેટ વગરની કાળા કલરની ગાડીઓ પોલીસ મથકોની સામે ઉભી રહેતી હોવા છતાં પગલા ન ભરાતા હોવાનુ મુદો રજુ કર્યો હતો. 
સકારાત્મક પગલાંની ખાત્રી આપી
આઈજીપી જે. આર મોથાલિયાએ તમામ પ્રશ્નો સાંભળ્યા બાદ ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક એકશન પ્લાન અમલી બનાવાની કામગીરી ચાલી  રહી છે તેમ જણાવીને નશો અને ડ્રગની કામગીરી તુરત અધિકારીઓને સુચના આપી હતી. પોલીસ ફરિયાદ જરૂરથી નોંધાવી જોઈએ અને તેના ગ્રાફના આધારે પોલીસ વિભાગન વિસ્તાર થાય છે. તેથી લોકોએ પોલીસ સુધી  ફરિયાદ કરવી જરૂરી છે.  ફરિયાદો અને ગુન્હાઓના પ્રમાણને જોઈને જ  મેઘપર બોરીચી વિસ્તારમાં પોલીસ મથક મંજુર કરવાની કાર્યવાહી થઈ શકી છે.  પુર્વ કચ્છમાં  એસપી મહેન્દ્ર બગડિયાના કામગીરીને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતી સુદ્રઢ હોવાનું ઈન્કપેકશન દરમિયાન જણાયું છે તેમ કહીને આઈજીપીએ  જાહેરમાં ફરિયાદ ન કરી શકતા લોકોને  ખાનગીમાં રજુઆત કરી શકો છે તેમ જણાવ્યુ હતું. 
વેપારીઓએ સહકારની ખાત્રી આપી
પુર્વ કચ્છના એસપી મહેન્દ્ર બગડિયાએ  શરૂઆતમાં ગત લોકસવાંદમાં આવેલી ફરિયાદો અને તેન પર થયેલી કામગીરીની માહિતી આપી હતી. ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે  પોલીસ અધિકારીઓ, વેપારીઓને આવકારી ચેમ્બર સંગઠન હંમેશા કાયદો વ્યવસ્થા માટે પોલીસ સાથે ખંભેથી ખંભા મીલાવી કામ કરશે તેવી ખાતરી આપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.