Rajkot : સમૂહ લગ્નના નામે છેતરપીંડીનો મામલો આવ્યો સામે, પોલીસે કરી મોટી કાર્યવાહી
રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડીના મામલામાં પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે પ્રદ્યુમ્નનગર પોલીસે આયોજક દિલીપ ગિરધરલાલ વરસડાની ધરપકડ કરી, જે આ કૌભાંડમાં સામેલ 4 આરોપીઓમાંથી એક છે.
06:32 PM Feb 24, 2025 IST
|
Hardik Shah
- સમૂહ લગ્નના નામે છેતરપીંડીનો મામલો
- સમૂહ લગ્નના વધુ એક અયોજકની કરી ધરપકડ
- ગઈકાલે રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના અયોજકની ધરપકડ
- પ્રદ્યુમનનગર પોલીસે કરી ધરપકડ
- પૂછપરછમાં ચારેય આયોજકોએ પોતે માત્ર પોતાનું નામ થાય તે માટે આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું કર્યું રટણ
- ચારેય આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા
- સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબુલ્યું
- ઝડપાયેલા ચારેય આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસો થશે
Rajkot : રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડીના મામલામાં પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે પ્રદ્યુમ્નનગર પોલીસે આયોજક દિલીપ ગિરધરલાલ વરસડાની ધરપકડ કરી, જે આ કૌભાંડમાં સામેલ 4 આરોપીઓમાંથી એક છે. પૂછપરછ દરમિયાન ચારેય આયોજકોએ દાવો કર્યો કે તેઓ માત્ર પોતાની ઓળખ બનાવવા માટે આ કાર્યક્રમ સાથે જોડાયા હતા, પરંતુ તેઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા. આરોપીઓએ કબૂલ્યું કે સવારે ચંદ્રેશે અચાનક પોતાનો ફોન બંધ કરી દીધો, જેનાથી તે હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ ચારેયની વાતમાં કેટલું સત્ય છે તે તો ચંદ્રેશ છત્રોલા ઝડપાયા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ આ ઘટનાએ કેસમાં નવો વળાંક લાવ્યો છે.