ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં રહેતા પ્રૌઢનો વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત

વ્યાજખોરીના દૂષણને ડામવા માટે ગૃહ મંત્રીના આદેશના પગલે સમગ્ર રાજ્યની પોલીસે જાન્યુઆરી માસમાં ઝુંબેશ ચલાવી હતી અને અનેક વ્યાજખોરો સામે ગુના નોંધ્યા હતા.પરંતુ તેમ છતાં વ્યાજખોરીના આ દુષણ અટકવાનું નામ લેતું ન હોય તેમ ગોંડલ પંથકમાં વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ તાલુકાના બીલીયાળા ગામે રહેતા પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તેમના પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામ
11:36 AM Feb 14, 2023 IST | Vipul Pandya
વ્યાજખોરીના દૂષણને ડામવા માટે ગૃહ મંત્રીના આદેશના પગલે સમગ્ર રાજ્યની પોલીસે જાન્યુઆરી માસમાં ઝુંબેશ ચલાવી હતી અને અનેક વ્યાજખોરો સામે ગુના નોંધ્યા હતા.પરંતુ તેમ છતાં વ્યાજખોરીના આ દુષણ અટકવાનું નામ લેતું ન હોય તેમ ગોંડલ પંથકમાં વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ તાલુકાના બીલીયાળા ગામે રહેતા પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તેમના પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમણે અલગ અલગ બે શખસો પાસેથી વ્યાજે નાણા લીધા હોય જેનું વ્યાજ ન કરી શકતા આ શખસો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેમણે આ પગલું ભરી લીધું છે.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે રહેતા શીવાભાઈ કાનજીભાઈ ટાંક(ઉ.વ ૫૨) નામના પ્રૌઢે ગઇકાલ સમી સાંજના ગોંડલના ગુંદાળા રોડ પર સુમરા સોસાયટી પાસે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું પ્રૌઢને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું અને તેઓ ત્રણ ભાઈ બે બહેનના પરિવારમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે.પ્રૌઢ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ઘટના અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, શિવાભાઈએ મહેબુબ નામના શખ્સ પાસેથી સવા લાખ અને ભૂપતસિંહ પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ ધંધાના કામ માટે વ્યાજે લીધા હતા. પરંતુ ધંધામાં મંદી આવતાં વ્યાજની રકમ ચૂકવી ન શકતા આ શખસો પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનો પરિવારે આક્ષેપ કરતા આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આપણ  વાંચો-બળેજ ગામે ગેરકાયદે ખાણ અને વીજચોરીનો પર્દાફાશ, PGVCLએ 91લાખનો દંડ ફટકાર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GondalGujaratFirstHomeMinistersuicideSumraSocietyUghraniUsury
Next Article