Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં તબીબોની હડતાલના પગલે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ અટક્યા

ભરૂચ જિલ્લામાં તબીબો પડતર માંગણીઓને લઈ સતત ત્રીજા દિવસે પણ હડતાળ ઉપર રહેતા દર્દીઓની હાલત કફોડી બની ગઇ હતી. તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમનો પ્રશ્ન પણ ઉભો થયો હતો. જ્યાં ચાર જેટલા મૃતદેહો પોસ્ટમોર્ટમ વિના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી હતી. જેના કારણે મૃતકોના સ્વજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.સમગ્ર ગુજરાતમાં તબીબોએ ૧૮ જેટલી પડતર માà
ભરૂચ જિલ્લામાં તબીબોની હડતાલના પગલે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ અટક્યા
ભરૂચ જિલ્લામાં તબીબો પડતર માંગણીઓને લઈ સતત ત્રીજા દિવસે પણ હડતાળ ઉપર રહેતા દર્દીઓની હાલત કફોડી બની ગઇ હતી. તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમનો પ્રશ્ન પણ ઉભો થયો હતો. જ્યાં ચાર જેટલા મૃતદેહો પોસ્ટમોર્ટમ વિના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી હતી. જેના કારણે મૃતકોના સ્વજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં તબીબોએ ૧૮ જેટલી પડતર માગણીઓને લઈને છેલ્લા ત્રણ દિવસથી આંદોલન ઉપર ઉતર્યા છે. જેના કારણે દર્દીઓની હાલત દયનીય બની રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રિએ ઓસારા મંદિર દર્શન કરી પરત ફરી રહેલા મહિલા રોડ પર પટકાતા તેમના પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેમનું મોત થયું હતું. ત્યારબાદ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે તબીબોની હડતાળના પગલે મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પોસ્ટમોર્ટમ વિના મુકી રાખવમાં આવ્યો હતો. આ સિવાય અન્ય ત્રણ જેટલા મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ વિના રાખવા પડ્યા હતા. જેથી તમના સ્વજનોની સ્થિતિ કફોડી બની છે.
સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ વિનાના હોવા મુદ્દે હડતાળ કરી રહેલા આરોગ્ય અધિકારી ડોક્ટર જે. એસ દુલેરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચથી ૩૦ કિલોમીટર દૂર હાંસોટના સી.એચ.સી સેન્ટર ઉપર પોસ્ટમોર્ટમ કરી શકાય તેમ છે. અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. આ બધા વચ્ચે આજે ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાંથી તબીબોએ વિવિધ પડતર માગણીઓને લઈ શહેરમાં રેલી કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તબીબોની રેલી નીકળી શહેરના સ્ટેશન રોડ થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ત્યારબાાદ  સિવિલ હોસ્પિટલ ખાતે પરત આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.