હોટલો, ગેસ્ટ હાઉસમાં આવતા લોકોની ઓનલાઇન એન્ટ્રી ન પડતા પોલીસ લાલઘુમ
ભરૂચ (Bharuch) શહેર વિસ્તારમાં આવેલ હોટલો શ્રીપ્લાઝા, સવાનિકા ગેસ્ટ હાઉસ તથા અંજુમને ઇસ્લામીક મુસાફીરખાના દ્વારા પથિક સોફ્ટવેરમા હોટલમાં રોકાતા માણસોની એન્ટ્રી કરેલ ન હોય હોટલના મેનેજર સહિત સંચાલકો વિરૂધ્ધ એસઓજી પોલીસે ચેકિંગ હાથ ધરી જાહેરનામાં ભંગના ગુના દાખલ કરી ધરપકાર કરી હતી.SOGનું ચેકિંગભરૂચ જિલ્લામાં હોટલો અને ગેસ્ટ હાઉસમાં રોકાતા મુસાફરો તેમજ અન્ય લોકોને એન્ટ્રી ઓનલાઇન à
ભરૂચ (Bharuch) શહેર વિસ્તારમાં આવેલ હોટલો શ્રીપ્લાઝા, સવાનિકા ગેસ્ટ હાઉસ તથા અંજુમને ઇસ્લામીક મુસાફીરખાના દ્વારા પથિક સોફ્ટવેરમા હોટલમાં રોકાતા માણસોની એન્ટ્રી કરેલ ન હોય હોટલના મેનેજર સહિત સંચાલકો વિરૂધ્ધ એસઓજી પોલીસે ચેકિંગ હાથ ધરી જાહેરનામાં ભંગના ગુના દાખલ કરી ધરપકાર કરી હતી.
SOGનું ચેકિંગ
ભરૂચ જિલ્લામાં હોટલો અને ગેસ્ટ હાઉસમાં રોકાતા મુસાફરો તેમજ અન્ય લોકોને એન્ટ્રી ઓનલાઇન પથિક નામના સોફ્ટવેરમાં એન્ટ્રી પાડવાની હોય છે પરંતુ ભરૂચ SOG પોલીસની ચેકિંગમાં હોટલો અને ગેસ્ટ હાઉસના સંચાલકોની નિષ્કાળજી સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે જેમાં જુના ને.હા.નં.8 ઉપર શીતલ સર્કલ પાસે આવેલ હોટલ શ્રીપ્લાઝામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હોટલ સંચાલકોનું નિષ્કારજી સામે આવતા પોલીસે હોટલ શ્રી પ્લાઝાના મેનેજર શોકતભાઇ હુશેનભાઇ મલેક રહે. રહેમતપાર્ક, જંબુસર બાય પાસ ભરૂચનાઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.
જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો
ભરૂચ જુના એસટી ડેપો નજીક સવાનિકા ગેસ્ટ હાઉસમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમની પણ ગંભીર બેદરકારી સામે આવતા પોલીસે સવાનિકા ગેસ્ટ હાઉસના મેનેજર ડીગમ્બરસિહ દુબાચરણ સીંગ મુળ રહે. શેખપુર, કટરામલ્લા, કેન્દ્રપરા, ઓડીસા.હાલ રહે. સવાનિકા ગેસ્ટ હાઉસ, ફલશ્રુતીનગર, ભરૂચનાઓની ધરપકડ કરી જાહેરનામા ભાંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.
રજીસ્ટરની એન્ટ્રીમાં વિસંગતતા
ભરૂચના રેલવે સ્ટેશનની સામે આવેલ અંજુમને ઇસ્લામીક મુસાફીરખાનાના રજીસ્ટરમાં તા. 01-09-2022 થી 30-09-2022 સુધીની એન્ટ્રી ચેક કરવામાં આવેલ હતી અને આ સમયગાળા દરમ્યાન પથિક સોફટવેરમાં રજીસ્ટર મુજબ એન્ટ્રી કરેલ ન હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ બદલ અંજુમને ઇસ્લામીક મુસાફીરખાનાના મેનેજર ઇકરામ વલી સંચાવાલા રહે. દુધીયા સ્ટ્રીટ, સિતપોણ, તા.જી. ભરૂચનાઓ સામે કાયદેસર ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
નવરાત્રિ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ચેકિંગ
આસો નવરાત્રિમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ SOG પોલીસ સહીત વિવિધ વિભાગની પોલીસ દ્વારા હોટલ ઓફ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈપણ ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી નેમ સાથે પોલીસે કડક કાર્યવાહી કરી છે ભરૂચમાં અને ખાસ કરી અંકલેશ્વરમાં ક્રાઈમ રેટ વધુ થતા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement