Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો, જાણો કેટલો વધ્યો ભાવ

આજે ફરી સામાન્ય લોકોને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સોમવારે (28 માર્ચ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ એકવાર વધારો થયો છે. આ રીતે સાત દિવસમાં છઠ્ઠી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સામાન્ય નાગરિકો છઠ્ઠી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાથી ચિંતામાં આવી ગયા છે. સતત ભાવ વધારાએ મોંઘવારીમાં પણ વધારો કરી દીધો છે. આજે પેટ્રોલમાં 30 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રàª
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો  જાણો કેટલો વધ્યો ભાવ
આજે ફરી સામાન્ય લોકોને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સોમવારે (28 માર્ચ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ એકવાર વધારો થયો છે. આ રીતે સાત દિવસમાં છઠ્ઠી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. 
સામાન્ય નાગરિકો છઠ્ઠી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાથી ચિંતામાં આવી ગયા છે. સતત ભાવ વધારાએ મોંઘવારીમાં પણ વધારો કરી દીધો છે. આજે પેટ્રોલમાં 30 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ રીતે છ દિવસમાં પેટ્રોલમાં 4 રૂપિયા અને ડીઝલમાં 4.10 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 50 પૈસા અને 55 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આ પહેલા 22, 23, 25, 26 અને 27 માર્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો ન હતો.
Advertisement

આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 99 રૂપિયા 41 પૈસા અને ડીઝલની કિંમત 90 રૂપિયા 77 પૈસા થઈ ગઈ છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 114 રૂપિયા 19 પૈસા અને ડીઝલની કિંમત 98 રૂપિયા 50 પૈસા થઈ ગઈ છે. કોલકાતામાં એક લીટર પેટ્રોલ 108.85 રૂપિયા અને ડીઝલ એક લીટર ડીઝલ 93.92 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલ - 108.18 રૂપિયા અને એક લીટર ડીઝલ 95.33 રૂપિયામાં મળી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે રશિયા-યુક્રેનનું યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. તેની વૈશ્વિક અસર પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ચિંતા વધી ગઈ છે. બીજી તરફ કાચા તેલના ભાવ પણ આ દિવસોમાં આસમાને છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે સામાન્ય માણસ આર્થિક રીતે પરેશાન થઈ રહ્યો છે.
Tags :
Advertisement

.