બહુચરાજી સિવિલમાં ડોકટરનો પૂરતો સ્ટાફ નહીં મળતા દર્દીઓ પરેશાન
મહેસાણા જિલ્લાના બહુચરાજી સિવિલમાં ડોકટરના અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓની પરેશાની વધી છે. સિવિલ ડોકટરના અભાવે દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર બન્યા છે.બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં આજુબાજુના 20 ગામોના દર્દીઓ આવતા હોય છે ત્યારે લેબ ટેક્નિશિયાન સહિત બહુચરાજી સિવિલમાં 4 ડોકટરનો મહેકમ છે તેની સામે માત્ર 1 ડોકટર જ પરમેનન્ટ પોસ્ટિંગ છે જેને લઈ અહીં આવતા દર્દીઓ ને લાંબી લાઈનો મા
12:00 PM Jan 03, 2023 IST
|
Vipul Pandya
મહેસાણા જિલ્લાના બહુચરાજી સિવિલમાં ડોકટરના અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓની પરેશાની વધી છે. સિવિલ ડોકટરના અભાવે દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર બન્યા છે.
બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં આજુબાજુના 20 ગામોના દર્દીઓ આવતા હોય છે ત્યારે લેબ ટેક્નિશિયાન સહિત બહુચરાજી સિવિલમાં 4 ડોકટરનો મહેકમ છે તેની સામે માત્ર 1 ડોકટર જ પરમેનન્ટ પોસ્ટિંગ છે જેને લઈ અહીં આવતા દર્દીઓ ને લાંબી લાઈનો માં બેસી રહેવું પડે છે અથવા પ્રાઇવેટ દવાખાને મોંઘો ખર્ચ કરી સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે લોકોની એવી માંગ ઉઠી છે કે મહેકમ પ્રમાણે ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી સ્થાનિકોએ મંગ કરી હતી.
બહુચરાજી સિવિલમાં તમામ પ્રકાર ની સુવિધાઓ તો ઉભી કરાઈ છે ડોકટર નો પૂરતો સ્ટાફ નહીં મળતા ગરીબ દર્દી.ઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે 1 ડોકટર હાજર હોય ત્યારે સમયસર સારવાર મળવી પણ મુશ્કેલ બની જાય છે.
આપણ વાંચો- નારાજ નગરસેવકોના પાલિકામા મોરચો ગાંધીધામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article