Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત વિરૂદ્ધ કાળી પટ્ટી બાંધીને રમશે પાકિસ્તાન, જાણો કારણ

IndiaVsPakistan : એશિયા કપ 2022 (Asia Cup 2022) સીઝનની બીજી મેચ આજે રમાશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. હાઈવોલ્ટેજ રહેનારા આ મુકાબલો દુબઈના (Dubai) ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે રમાશે.આ મેચમાં પાકિસ્તાનની (Pakistan) ટીમ કાળી પટ્ટી બાંધીને ઉતરશે. ટીમે આ નિર્ણય પાકિસ્તાનમાં આવેલા પુરના લીધે જીવ ગુમાવનારા લોકો અને અસરગ્રસ્તોના સમર્થન માટે કર્યો છે. આ વાત પાકિસ્તાના કેપ્ટ
ભારત વિરૂદ્ધ કાળી પટ્ટી બાંધીને રમશે પાકિસ્તાન  જાણો કારણ
IndiaVsPakistan : એશિયા કપ 2022 (Asia Cup 2022) સીઝનની બીજી મેચ આજે રમાશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. હાઈવોલ્ટેજ રહેનારા આ મુકાબલો દુબઈના (Dubai) ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે રમાશે.
આ મેચમાં પાકિસ્તાનની (Pakistan) ટીમ કાળી પટ્ટી બાંધીને ઉતરશે. ટીમે આ નિર્ણય પાકિસ્તાનમાં આવેલા પુરના લીધે જીવ ગુમાવનારા લોકો અને અસરગ્રસ્તોના સમર્થન માટે કર્યો છે. આ વાત પાકિસ્તાના કેપ્ટન બાબબ  આઝમે પ્રેસ કોન્ફરન્સમાં આપી છે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB)એ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું તેમાં કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે પોતાની પહેલી મેચ ભારતીય ટીમ (Indian Team) સાથે રમશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને રમશે. આ પાકિસ્તાનમાં આવેલા પુર (Pakistan Flood) પીડિતોને સમર્થન માટે કરવા આવશે.
મેચના એક દિવસ પહેલા બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનમાં આવેલા પુરને લઈને વાત કરી હતી. તેમણે લોકોને પુર અસરગ્રસ્તોને મદદ કરવા અને તેમના માટે દુઆ કરવા અપીલ પણ કરી હતી. બાબરે કહ્યું હતું કે, આ આપણાં દેશ માટે મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. અમે સૌ પુર અસરગ્રસ્તો માટે દુઆ કરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતના મોટા ભાગના વિસ્તારોમાં પુર આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની 3 કરોડથી વધારેની વસ્તી પુરથી પ્રભાવિત થઈ છે. તેમાં એક હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. ત્રણેય પ્રાંતોની સ્થિતિ ખુબ જ ખરાબ હોવાનું જણાવવામાં આવ્યું છે.
એશિયાકપ (Asia Cup 2022) પહેલીવાર વર્ષ 1984માં આયોજીત થયો હતો. ભારતે (India) સૌથી વધારે 7 વાર એશિયા કપ જીત્યો છે. જ્યારે બીજી સૌથી વધારે સફળ ટીમ શ્રીલંકા છે જે 5 વખત ચેમ્પિયન રહી ચુકી છે. જ્યારે પાકિસ્તાન બે વખત એશિયા કપ જીત્યું છે. ભારત એશિયા કપને બંન્ને અલગ-અલગ ફોર્મેટ વન-ડે અને T20માં ચેમ્પિયન રહી ચુક્યું છે. આ વખતે પણ T20 ફોર્મેટમાં જ એશિયા કપ રમાઈ રહ્યો છે, જેમાં એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.