ન્યૂઝિલેન્ડને આસાનીથી હરાવી ફાઈનલમાં પહોંચી પાકિસ્તાન ટીમ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની પ્રથમ સેમીફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. કિવી કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પાકિસ્તાનને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાનની ટીમે આસાનીથી મેળવી લીધો છે. ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાનT20 વર્લ્ડ કપની સેમીફા
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની પ્રથમ સેમીફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. કિવી કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પાકિસ્તાનને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાનની ટીમે આસાનીથી મેળવી લીધો છે.
ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન
T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડના 153 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 7 વિકેટે મેચ જીતી લીધી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાન સામે 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને પાકિસ્તાનની ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર સરળતાથી હાંસલ કરી લીધો છે. આ જીત સાથે પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. જ્યારે હવે ટીમ ઈન્ડિયાને પણ ફેન્સ ફાઈનલમાં જોવા માંગે છે. જોકે, તે આવતી કાલે એટલે કે ગુરુવારે સ્પષ્ટ થઇ જશે.
Advertisement
સેમીફાઈનલમાં શાનદાર રહ્યું પાકિસ્તાનનું પ્રદર્શન
કિસ્મત કનેક્શનની વાત થશે તો તેમા પાકિસ્તાન હાલમાં અવ્વલ નંબર પર હશે. જીહા, તાજેતરમાં T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધી પાકિસ્તાની ટીમ પર બોજ તરીકે જોવામાં આવતા કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) અચાનક ટીમના સૌથી મોટા સુરમા બની ગયા છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ન્યૂઝીલેન્ડ સામેની ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલમાં અત્યાર સુધી પરાજિત જોવા મળતા આ બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનના સુપર 12 સ્ટેજમાં ચેમ્પિયનની જેમ રમતી કિવી ટીમે ઘણી કોશિશ કરી, પરંતુ બાબર-રિઝવાનની ઝડપે તેમના પ્રયાસોને પાછળ છોડી દીધા.
પાકિસ્તાનની જીતમાં ઓપનિંગ જોડીનું રહ્યું ખાસ યોગદાન
પાકિસ્તાનની આ જીતમાં કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને મહત્વની ભૂમિકા ભજવી હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર જીત માટે 153 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં બાબર-રિઝવાનની જોડીએ જોરદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ 6 ઓવરના પાવરપ્લેમાં 9થી ઉપરના રન રેટથી 55 રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 42 બોલમાં 7 ચોક્કાની મદદથી 53 રન બનાવ્યા છે. જ્યારે તેમના સાથી બેટ્સમેન મોહમ્મદ રિઝવાને 43 બોલમાં 5 ચોક્કાની મદદથી 57 રન બનાવ્યા છે.
Advertisement
પાકિસ્તાને આ મેચ 7 વિકેટે જીતી
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે 19.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને મેચ જીતી લીધી છે. પાકિસ્તાનના બંને ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે પાકિસ્તાનની ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.