Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની કબૂલાત, 'આપણો દેશ નાદાર થઈ ચુક્યો છે'

પાકિસ્તાન (Pakistan) દેવાળું ફૂંકવાની તૈયારીમાં જ છે પાકિસ્તાનની સ્થિતિ એ હદે બગડી છે સામાન્ય નાગરિકોને અનાજ અને પાણી માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. આ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી (Pak Defense Minister) ખ્વાજા આસિફે (Khawaja Asif) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન નાદાર થઈ ચુક્યું છે. આપણે નાદાર દેશના રહેવાસીઓ છીએ. પાકિસ્તાન ડિફોલ્ટ નથી થઈ રહ્યું પણ થઈ ચુક્યું છે.ખ્વાજા આસિફનો દાવોPML-N ન
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની કબૂલાત   આપણો દેશ નાદાર થઈ ચુક્યો છે
પાકિસ્તાન (Pakistan) દેવાળું ફૂંકવાની તૈયારીમાં જ છે પાકિસ્તાનની સ્થિતિ એ હદે બગડી છે સામાન્ય નાગરિકોને અનાજ અને પાણી માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. આ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી (Pak Defense Minister) ખ્વાજા આસિફે (Khawaja Asif) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન નાદાર થઈ ચુક્યું છે. આપણે નાદાર દેશના રહેવાસીઓ છીએ. પાકિસ્તાન ડિફોલ્ટ નથી થઈ રહ્યું પણ થઈ ચુક્યું છે.
ખ્વાજા આસિફનો દાવો
PML-N નેતા અને રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો કે, પાકિસ્તાન ડિફોલ્ટ નથી થઈ રહ્યું પણ પહેલાંથી જ ડિફોલ્ટ થઈ ચુક્યું છે અને આપણે એક નાદાર દેશમાં રહીએ છીએ. ખરેખર ખ્વાજા આસિફે સિયાલકોટમાં એક ખાનગી કોલેજના દિક્ષાંત સમારોહને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન ખ્વાજા આસિફે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધ્યું અને તેના પર પાકિસ્તાનમાં આતંકવાદને પરત લાવવાની મંજુરી આપવાનો આરોપ લગાવ્યો છે.
દેશના નેતા અને નોકરશાહીને જવાબદાર ઠેરવ્યા
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને દેશની આર્થિક સ્થિતિ માટે દેશના નેતાઓ અને નોકરશાહીને જવાબદાર  ગણી કહ્યું કે, પાકિસ્તાનના બંધારણનું પાલન કરવામાં આવ્યું નથી. સાથે જ ખ્વાજા આસિફે ઈમરાનની સરકાર પર દેશમાં આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે લગભગ દોઢ વર્ષ પહેલા દેશમાં આતંકવાદીઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું જ્યારે સરકારના ટીકાકારોને દેશ છોડવાની ફરજ પડી હતી.
વીડિયો વાયરલ
ખ્વાજા આસિફે કહ્યું કે, ઈમરાન ખાને એવી રમત રમી કે હવે આતંકવાદ આપણ નિયતી બની ગયો છે. આપણે એક નાદાર દેશના નિવાસી છીએ. ખ્વાજા આસિફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એ કહે છે કે, તમે સાંભળ્યું હશે કે એક ડિફોલ્ટ કે નાદાર થવાનો છે, એક મેલ્ટડાઉન થશે પણ તે પહેલા જ થઈ ચુક્યું છે. આપણી બધી જ સમસ્યાઓનું સમાધાન દેશમાં જ છે પણ આપણે તે માટે IMF તરફ જોઈ રહ્યાં છીએ. IMF પણ અમારી મદદ કરી શકશે નહી, આપણે પોતે તેનું સમાધાન શોધવું પડશે.
Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.