Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ENGvsPAK : ઈંગ્લેન્ડ બન્યું T-20 ચેમ્પિયન, પાકિસ્તાનને આપ્યો 5 વિકેટે પરાજય

ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ પર કબ્જો કરી લીધો છે. ઈંગ્લેન્ડે મેલબોર્નમાં રમાયેલી મેચમાં બેન સ્ટોક્સના જોરદાર પ્રદર્શન થકી પાકિસ્તાનને 5 વિકેટે હરાવી દીધં. પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતા 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 5 વિકેટના નુકસાન પર મેચ જીતી લીધી છે. ઈંગ્લેન્ડે આ બીજી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમ માટે સૈમ કર્રન અને આદà
09:53 AM Nov 13, 2022 IST | Vipul Pandya
ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ પર કબ્જો કરી લીધો છે. ઈંગ્લેન્ડે મેલબોર્નમાં રમાયેલી મેચમાં બેન સ્ટોક્સના જોરદાર પ્રદર્શન થકી પાકિસ્તાનને 5 વિકેટે હરાવી દીધં. પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતા 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 5 વિકેટના નુકસાન પર મેચ જીતી લીધી છે. ઈંગ્લેન્ડે આ બીજી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમ માટે સૈમ કર્રન અને આદિલ રશીદે ખતરનાક બોલિંગ કરી.
બીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો
ઈંગ્લેન્ડે બીજી વખત ટી20 ખિતાબ જીત્યો છે. આ પહેલા વર્ષ 2010ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. જે બાદ વર્ષ 2016ની ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ પહોંચી હતી પણ ત્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 138 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાન તરફથી ટોપ સ્કોરર શાન મસૂદ હતો જેણે 38 રન બનાવ્યા હતા, જ્યારે તેના પછી બાબર આઝમે 32 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે આદિલ રશીદ અને ક્રિસ જોર્ડનને બે-બે સફળતા મળી હતી.
45 રનના સ્કોર પર પાકિસ્તાનની બે વિકેટ પડી
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માં આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચ ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હોતી. ઓપનર મોહમ્મદ રિઝવાન 15 રન બનાવીને સેમ કરન દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. વળી બાબર આઝમને સપોર્ટ કરવા આવેલો મોહમ્મદ હરિસ પણ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. આદિલ રાશિદે તેને પેવેલિયન મોકલ્યો હતો. 45 રનના સ્કોર પર પાકિસ્તાનની બે વિકેટ પડી ગઈ હતી. સતત બે વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનનો સ્કોર 8 ઓવરમાં 50-2 થઈ ગયો હતો. 10 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 68-2 હતો પરંતુ ડ્રિંક બ્રેક બાદ 11મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 16 રન હતો. પરંતુ 12મી ઓવરમાં આદિલ રાશિદે કેપ્ટન બાબર આઝમને 32 રન પર પેવેલિયન મોકલીને પાકિસ્તાનને મોટી મુશ્કેલીમાં મુકી દીધું હતું.

સતત વિકેટો પડી અને સ્કોર બોર્ડ થઇ ગયું ધીમું
બાબર આઝમ બાદ બેટિંગ કરવા આવેલા ઈફ્તિખાર અહેમદે ખાતું ખોલાવ્યા વિના બેન સ્ટોક્સના બોલ પર તેનો કેચ વિકેટ કીપર જોસ બટલરને આપ્યો હતો. એવા સમયે જ્યારે પાકિસ્તાનની 4 વિકેટ 13મી ઓવરમાં 85 રનમાં પડી ગઈ હતી, તે સમયે પાકિસ્તાનને ભાગીદારીની જરૂર હતી. આવા સમયે શાન મસૂદ અને શાદાબ ખાને ઇનિંગ્સને સંભાળતા સારી ભાગીદારી કરી અને પાકિસ્તાનના સ્કોરને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ છેલ્લી ઓવરમાં જ્યારે પાકિસ્તાનને ઝડપી રનની જરૂર હતી ત્યારે શાન મસૂદ 38 રન બનાવીને સેમ કરન દ્વારા આઉટ થયો હતો. બીજી તરફ શાદાબ ખાન પણ 20 રન બનાવીને સેમ કરનના બોલ પર આઉટ થયો હતો. જે રીતે પાકિસ્તાનની વિકેટો પડતી રહી, જેના કારણે પાકિસ્તાનની ટીમ ફાઈનલ મેચમાં મોટો સ્કોર બનાવી શકી ન હતી.
આ પણ વાંચો - કિસ્મતથી ફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમને આજે ઈંગ્લેન્ડ સામે મળશે કિસ્મતનો સાથ? જાણો
Tags :
CricketENGvsPAKfinalGujaratFirstSportst20worldcupt20worldcup2022WorldCupworldcup2022
Next Article