Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સામે પાકિસ્તાનની હાર બાદ પાક. ફેન્સે તોડ્યા TV સેટ, જુઓ Video

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ના સુપર 12 તબક્કામાં ભારતે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચમાં ચાર વિકેટથી જીત નોંધાવી છે. આ મેચનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે અણનમ 82 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. મેલબોર્નના મેદાનમાં રમાયેલી ભારત-પાકિસ્તાન (India vs Pakistan) ની મેચ જેણે પણ જોઇ તે ભારતના વખાણ અને ખાસ કરીને વિરાટ કોહલીની બેટિંગના વખાણ કરી રહ્યા છે. આ મેચમાં ભારતની એકબાજુ જીત અને બીજી બાજુ પાકિસ્તાનના ફે
ભારત સામે પાકિસ્તાનની હાર બાદ પાક  ફેન્સે તોડ્યા tv સેટ  જુઓ video
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ના સુપર 12 તબક્કામાં ભારતે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચમાં ચાર વિકેટથી જીત નોંધાવી છે. આ મેચનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે અણનમ 82 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. મેલબોર્નના મેદાનમાં રમાયેલી ભારત-પાકિસ્તાન (India vs Pakistan) ની મેચ જેણે પણ જોઇ તે ભારતના વખાણ અને ખાસ કરીને વિરાટ કોહલીની બેટિંગના વખાણ કરી રહ્યા છે. આ મેચમાં ભારતની એકબાજુ જીત અને બીજી બાજુ પાકિસ્તાનના ફેન્સ ગુસ્સામાં જોવા મળ્યા હતા. આ દરિમયાન એક પાકિસ્તાની ફેન્સનો ટીમના હાર્યા બાદ TV સેટ તોડતો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 
ગત વર્લ્ડ કપમાં મળેલી હારનો ભારતે લીધો બદલો 
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચ રવિવારે રમાઇ હતી. જેમા ભારતે શાનદાર પ્રદર્શન કરતા મેચ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ભારતે રવિવારે મેલબોર્નમાં રમાયેલી પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવી ગત વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ લઇ લીધો છે. આ મેચમાં વિરાટ કોહલીએ એવી ઇનિંગ રમી જે દાયકાઓ સુધી યાદ રહેશે. કિંગ કોહલીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મેદાનમાં દિવાળીની ઉજવણી કરી હતી. પાકિસ્તાનના બોલરોની એવી રીતે ધોલાઈ કરી કે તેઓ જીવનભર ભૂલી શકશે નહીં. કોહલીનું બેટ અહી સળગી રહ્યું હતું અને ત્યાં પાકિસ્તાની ફેન્સની ખરાબ હાલત હતી. 
પાકિસ્તાન ફેન્સે તોડ્યા TV સેટ
નાની દિવાળી પર જોરદાર ધમાલ મચાવતા વિરાટે આ મેચમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટે એકબાજુ રેકોર્ડ તોડ્યા તો બીજી બાજુ પાકિસ્તાનની હાર પર ટીવીઓ તોડવાનું શરૂ થઇ ગયુ. ટીવી સેટ તોડવાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં આ જાણે એક રિવાજ બની ગયો છે. ભારત સામે મેચ હારતાની સાથે જ ચાહકો ટીવી પર ગુસ્સો કાઢે છે. પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં પાકિસ્તાનની હાર બાદ એક ફેન ટીવી તોડતો જોવા મળી રહ્યો છે. સેહવાગે આ વિડીયોની સાથે કેપ્શનમાં લખ્યું છે, "રિલેક્શ પાડોશી! આ માત્ર એક રમત છે. અમારે અહીં દિવાળી છે, એટલે ફટાકડા ફોડડી રહ્યા છીએ અને તમે બિનજરૂરી ટીવી ફોડી રહ્યા છો. અરે યાર, આમાં ટીવીનો શું વાંક? 
કોહલી અને હાર્દિકની ભાગીદારી
મેચની વિગતવાર વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે છેલ્લા બોલે જીત મેળવી હતી. ભારતને શરૂઆતના આંચકોમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો. બાદમાં કોહલી અને હાર્દિક પંડ્યાએ મોટી ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. વિરાટ તરફથી જરૂરિયાત સમયે ચોક્કા અને છક્કા ફટકારવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે, ભારત મેચ જીતવામાં સફળ રહ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.