Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સર્ચ ઓપરેશનના બીજા દિવસે હરામી નાળામાંથી પાકિસ્તાનની ૭ બોટ ઝડપાઇ

નલિયા (Nalia)એરફોર્સના જવાનો ડ્રોનની મદદથી સરહદની ગતિવિધિઓ ચાંપતી નજર રાખતા હતા, એ દરમ્યાન હરામીનાળા વિસ્તારમાં કેટલાક પાકિસ્તા (Pakistan)ની માછીમારો અને છ થી સાત બોટ જોવામાં આવી હતી, જેથી BSFને જાણ કરવામાં આવતા જવાનોએ ૯૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા હરામીનાળાને ખુંદી નાખી ગઈકાલે સવારે પાકિસ્તાનના ઝીરો પોઈન્ટના રહેવાસી એવા બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડી તપાસ આરંભી હતી. ત્યારે ડ્રોàª
સર્ચ ઓપરેશનના બીજા દિવસે હરામી નાળામાંથી પાકિસ્તાનની ૭ બોટ ઝડપાઇ

નલિયા (Nalia)એરફોર્સના જવાનો ડ્રોનની મદદથી સરહદની ગતિવિધિઓ ચાંપતી નજર રાખતા હતા, એ દરમ્યાન હરામીનાળા વિસ્તારમાં કેટલાક પાકિસ્તા (Pakistan)ની માછીમારો અને છ થી સાત બોટ જોવામાં આવી હતી, જેથી BSFને જાણ કરવામાં આવતા જવાનોએ ૯૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા હરામીનાળાને ખુંદી નાખી ગઈકાલે સવારે પાકિસ્તાનના ઝીરો પોઈન્ટના રહેવાસી એવા બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડી તપાસ આરંભી હતી. 

Advertisement


ત્યારે ડ્રોન સર્વે (Drone survey)માં પાકિસ્તાની બોટો જોવા મળી હોઈ આ બોટો કબજે કરવામાં સર્ચ અભિયાન વધુ સઘન બનાવવામાં આવતા અલગ અલગ ક્રીક એરીયામાંથી બીએસએફના જવાનોને કુલ્લ ૭ પાકિસ્તાની માછીમારી બોટો મળી આવી છે. બોટોની તપાસ કરતા તેમાંથી માછલી, માછલી પકડવાની ઝાડ, આઈસ બોકસ, બરફ સહિતની સામગ્રી મળી છે. કોઈ પણ સંદિગ્ધ મુદ્દામાલ મળી આવ્યો નથી. 

સર્વેમાં બે પાકિસ્તાની ઈસમો પકડાયા બાદ છ થી સાત બોટો કબજે કરવાની થતી હોઈ તે બોટો કબજે કરી લેવામાં આવતાહતી. 
ભુજ બીએસએફ દ્વારા આજે સવારે તપાસ અભિયાનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ ઝડપાયેલા પાકિસ્તાની માછીમારો સામે ફરિયાદ દાખલ કર્યા બાદ તેઓને ભુજ જેઆઈસીમાં ધકેલી દેવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.