Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'MBA ચાયવાલા' બાદ હવે 'BTech ચાયવાલી'નું માર્કેટમાં આગમન, અહીથી થઈ છે શરૂઆત

ચા ના શોખીનો માટે ખાસ સમાચાર આવ્યા છે. MBA ચાયવાલા, મોડલ ચાયવાલા કે ટપરી ચાયવાલાની સફળતા બાદ માર્કેટમાં વધુ એક ચાયવાળા નહી, ચાયવાળીની એન્ટ્રી થઈ છે. જેનું નામ છે. B.Tech. ચાયવાળી છે અને તેણે પોતાની દુકાન હરિયાણાના ફરીદાબાદમાં ખોલી છે.સ્ટોલનું નામ  B.Tech. Chaiwaliબિહારની વર્તિકા સિંહ નામની યુવતીએ એક વિડીયોમાં પોતાની આ ચાની દુકાન વિશે જાણકારી આપી. વર્તિકા બી.ટેક.ની વિદ્યાર્થિની છે. તેણે હરિયાણાનàª
 mba ચાયવાલા  બાદ હવે  btech ચાયવાલી નું માર્કેટમાં આગમન  અહીથી થઈ છે શરૂઆત
ચા ના શોખીનો માટે ખાસ સમાચાર આવ્યા છે. MBA ચાયવાલા, મોડલ ચાયવાલા કે ટપરી ચાયવાલાની સફળતા બાદ માર્કેટમાં વધુ એક ચાયવાળા નહી, ચાયવાળીની એન્ટ્રી થઈ છે. જેનું નામ છે. B.Tech. ચાયવાળી છે અને તેણે પોતાની દુકાન હરિયાણાના ફરીદાબાદમાં ખોલી છે.
સ્ટોલનું નામ  B.Tech. Chaiwali
બિહારની વર્તિકા સિંહ નામની યુવતીએ એક વિડીયોમાં પોતાની આ ચાની દુકાન વિશે જાણકારી આપી. વર્તિકા બી.ટેક.ની વિદ્યાર્થિની છે. તેણે હરિયાણાના ફરીદાબાદના ગ્રીનફીલ્ડ પાસે એક ચાની દુકાન ખોલી છે. તેણે પોતાની ચાની આ  ફ્રેન્ચાઈઝીનું નામ બી.ટેક. ચાયવાલી રાખ્યું છે. તેણીએ મજબુત ઈરાદા સાથે આ શરૂઆત કરી છે. હાલ તો વર્તિકાના સ્ટોલ પર એક ચાની પ્યાલી માટે લોકોની લાંબી લાઈનો જોવા મળે છે પરંતુ હાલ જોવું રહ્યું કે, વર્તિકા પોતાના બિઝનેસને કેટલો સફળ બનાવી શકે છે.
રૂ. 10માં રેગ્યૂલર, રૂ.20માં મસાલા ચા
વર્તિકાએ જણાવ્યું કે, તેણે ફરીદાબાદમાં ગ્રીનફીલ્ડની પાસે આ દુકાન ખોલી છે અને સાંજે 5.30 થી રાતે  9 વાગ્યા સુધી તે પોતાની સ્ટોલ શરૂ રાખે છે. તે હંમેશાથી પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતી હતી. તે માટે તેણે પોતાની ડિગ્રી પુરી કરવાની રાહ પણ જોઈ નથી તેથી તેણે નિર્ણય લઈ લીધો અને બીટેક ચાયવાલીના નામે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી દીધુ. વર્તિકા પોતાના સ્ટોલમાં રેગ્યૂલર ચા 10 રૂપિયામાં જ્યારે મસાલા અને લેમન ટી 20 રૂપિયાના ભાવે વેચે છે.
લોકો કરી રહ્યાં છે પ્રશંસા
વર્તિકાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના વિચાર અને સાહસની પ્રશંસા કરી રહ્યાં છે. તેનો વાયરલ વિડીયો અનેક લોકો જોઈ રહ્યાં છે અને સોશિયલ મીડિયા યુઝર્સે વર્તિકાના આત્મનિર્ભર બનવાના પ્રયાસની પ્રશંસા કરી રહ્યાં છે.
Advertisement
Tags :
Advertisement

.